દુનિયાના સૌથી ગરમ રણ પ્રદેશ તરીકે જાણીતા સહારા રણમાં 50 વર્ષમાં પહેલીવાર પૂર આવ્યું છે. સહારાના રણમાં ભયાનક વરસાદને કારણે પૂરના પાણી ફરી વળ્યા છે.મોરક્કોને અડીને આવેલા સહારાના રણમાં બે દિવસ સુધી એકધારો વરસાદ પડ્યો જેને કારણે અનેક જગ્યાએ પૂર આવી ગયા છે.
મોસ્કોની રાજધાની રબાતથી લગભગ 450 કિ.મી દુર આવેલા TATA વિસ્તારના ટેગોયુનાઇટ ગામમાં સૌથી વધારે વરસાદ પડ્યો. ટેગોયુનાઇટમાં એક દિવસમાં 100 મિ.મી. વરસાદ પડ્યો જે આખા વર્ષની એવરેજ કરતા ઘણો વધારે છે.સહારામાં અત્યારે ગરમીનો સમય છે અને વરસાદ પડ્યો છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવું ક્લાયમેન્ટ ચેન્જને કારણે બન્યું છે અને આવી વધુ ઘટના બનશે. જો કે અહીંના સ્થાનિક ખેડુતો ખુશ છે, કારણકે અહીં વર્ષોથી દુકાળ હતો.