fbpx

વલસાડની 9 વર્ષની રીયા જતા-જતા 7ને નવજીવન આપી ગઈ, હાથ પણ આપ્યા

Spread the love

વલસાડની એક 9 વર્ષની દીકરી બ્રેનડેડ થઇ અને તેનો જમણો હાથ મુંબઇમા એક છોકરીને ટ્રાન્સ્પ્લાન્ટ કરવાં આવ્યો. આ દીકરી જતા જતા 7 લોકોને નવજીવન આપતી ગઇ છે. અંગદાન કરીને આ દીકરીના પરિવારે માનવતા મહેંકાવી છે.

રીયા બોબી મિસ્ત્રી જેને વલસાડના ગાયેનેક ડો. ઉષાબેને ઉછેરી હતી. થોડા સમય પહેલા રીયાને ઉલટી થઇ અને પછી માથામાં દુખાવો શરૂ થયો હતો અને એ પછી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. વલસાડની હોસ્પિટલમાં સારવાર પછી રીયાને સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બ્રેનડેડ થતા પરિવારે કિડની, ફેફસા, લીવર, ચક્ષુ અને હાથનું અંગદાન કર્યું હતું. રીયાનો જમણો હાથ મુંબઇની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી અનંતા નામની છોકરીને ટ્રાન્સ્પ્લાન્ટ કરવામાં આવ્યો છે.ડોનેટ લાઇફના નિલેશ માંડલેવાળાએ આ બધી પ્રક્રિયા હાથ ધરી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!