ઈતિહાસમાં ઘણા એવા પ્રકરણો છે જેના માટે આપણે કડીઓ શોધી શક્યા છીએ. પરંતુ આ કડીઓ સાથે અનેક સવાલો પણ સામે આવ્યા છે. ઉદાહરણ તરીકે, આ લોકો કેવી રીતે રહેતા હતા, તેઓએ કયા કપડાં પહેર્યા હતા, તેઓ શું ખાતા હતા? આપણને ઘણા પ્રશ્નોના જવાબ પણ મળ્યા છે. ઉદાહરણ તરીકે, તાજેતરના એક સંશોધનમાં, દાંતના વિશ્લેષણ દ્વારા તે બહાર આવ્યું છે કે પ્રાચીન સમયમાં પણ, ઇંગ્લેન્ડમાં લોકો તમાકુનું સેવન કરતા હતા. ક્યારેક હાડપિંજર પરથી સમજાઈ ગયું હતું કે, સદીઓ પહેલા યુરોપમાં કોકેઈનનો ઉપયોગ થતો હતો. પરંતુ એક વસ્તુ જે હંમેશા રહસ્યનો વિષય રહી છે તે છે કે પ્રાચીન મનુષ્યો કેવા દેખાતા હતા, ચાલો તેના પર એક નજર કરીએ.
નિએન્ડરથલ્સ, આપણી નજીકના આદિ માનવો એટલે કે હોમો સેપિયન્સ પણ હજારો વર્ષ પહેલાં પૃથ્વી પર હાજર હતા. થોડા વર્ષો પહેલા, સંશોધકોને નિએન્ડરથલ મહિલાની ખોપડી મળી હતી. પરંતુ લગભગ 75 હજાર વર્ષ જૂની આ ખોપરી અનેક ટુકડાઓમાં મળી આવી હતી. સંશોધકોએ આ મહિલાનું નામ શાનિદાર જી રાખ્યું છે. કારણ કે તે ઈરાકી કુર્દીસ્તાનની શાનિદાર ગુફામાંથી મળી આવી હતી.
એવું કહેવાય છે કે, આ મહિલા લગભગ 5 ફૂટ ઉંચી હશે, અને તે લગભગ 40 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હશે.
ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં હાઇસ્કૂલ લાઇબ્રેરીમાં પ્રદર્શનમાં એક પ્રાચીન ઇજિપ્તીયન મમી મળી આવતા પુરાતત્વવિદો ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે મૃત્યુ સમયે તેની ઉંમર 50-60 વર્ષની હશે.
તેની ખોપરી પરના સોનાની પરતને જોતા, તે ઇજિપ્તના ગ્રીકો-રોમન સમયગાળા (332 BCથી 395 AD)નું હોવું જોઈએ તેવું અનુમાન કરવામાં આવ્યું હતું. જ્યારે મમી બનાવતી વખતે સામાન્ય રીતે સોનાના પતરાનો ઉપયોગ થતો હતો. પાછળથી તે પ્રકાશમાં આવ્યું કે, કદાચ ઇજિપ્તના નિષ્ણાત અથવા સ્થાનિક ડૉક્ટરે તેને વર્ષ 1915માં દાન કર્યું હશે. જ્યારે આ મહિલાનો ચહેરો ફરીથી બનાવવામાં આવ્યો ત્યારે તે કંઈક આવો દેખાતો હતો.
સંશોધકોએ DNAની મદદથી ચીનના સમ્રાટનો ચહેરો ફરીથી બનાવ્યો. જેમણે લગભગ 1500 વર્ષ પહેલા ઉત્તરી ચીનના ઝુ રાજવંશ પર શાસન કર્યું હતું. જ્યાં સુધી તે 36 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
જો કે નિષ્ણાંતો લાંબા સમય સુધી મૃત્યુના કારણ અંગે મૂંઝવણમાં રહ્યા હતા, પરંતુ આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે, તેમનું મૃત્યુ સ્ટ્રોકના કારણે થયું હતું.
વૈજ્ઞાનિકોએ તેનો ચહેરો ફરીથી બનાવવાનો પ્રયાસ પણ કર્યો.
પુરાતત્વવિદોને 2003માં ઈન્ડોનેશિયાની એક ગુફામાં એક પ્રાચીન હાડપિંજર મળ્યું હતું. તેના વિશે એ ખબર પડી કે, તે આપણા લુપ્ત પૂર્વજ હોમોરેક્ટસ સાથે સંબંધિત છે. જેની લંબાઈ માત્ર 3 ફૂટ 6 ઈંચ હતી. તેઓનું નામ હોબિટ રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ સંશોધકોએ અનેક સ્કેન કર્યા પછી અને આજના માનવીઓ અને ચિમ્પાન્ઝીઓની ખોપરીઓ સાથે તેની સરખામણી કરીને કહ્યું કે, કદાચ તેઓ કંઈક આના જેવા દેખાતા હશે.