સુરત જેલમાં સજા કોપી રહેલા નારાયણ સાંઇએ કોર્ટ પાસે 30 દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી. નારાયણ સાંઇએ કોર્ટને કહ્યુ હતું કે, 11 વર્ષથી મારા પિતા આસારામનું મોંઢું જોયું નથી. હવે જ્યારે તેઓ 86 વર્ષના થયા છે અને અનેક બિમારીથી પીડાઇ રહ્યા છે એટલે પિતાને મળવાની પરવાનગી આપવામાં આવે.
સુરત કોર્ટની ડબલ બેંચે માનવતાના ધોરણે નારાયણને 4 કલાક માટે પિતાને મળવાની છુટ આપી છે. નારાયણ સુરતથી જોધપુર ફ્લાઇટમા જશે અને તેની સાથે પોલીસનો બંદોબસ્ત પણ હશે, પોલીસ સહિતનો તમામ ખર્ચ નારાયણ આપશે. કોર્ટે 7 દિવસમાં 5 લાખ રૂપિયા જમા કરાવવા કહ્યું છે. કોર્ટના ઓર્ડર પછી સરકાર નક્કી કરશે કે નારાયણ ક્યારે જોધપુર જશે. નારાયણ બીજો કોઇને મળી શકશે નહીં.