fbpx

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

Spread the love
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે હાજર હતા અને પોતાના હાથે વિદ્યાર્થીઓને ડિગ્રીઓ આપી રહ્યા હતા, પરંતુ એક PHD સ્કોલરે એવું તે શું કર્યું કે, તેને બધા જોતા રહ્યા. હા, તમિલનાડુના રાજ્યપાલ R. N. રવિએ હાથ લંબાવ્યો જ હતો કે તે આગળ વધી ગઈ. કેટલાકે તેને તેમની પાસે જવાનો ઈશારો કર્યો, પરંતુ તેણે ના પાડી દીધી. તમિલનાડુની મનોનમનિયમ સુંદરનાર યુનિવર્સિટીના 32મા દીક્ષાંત સમારોહમાં, PHD સ્કોલર જીન જોસેફે રાજ્યપાલ R. N. રવિ પાસેથી ડિગ્રી લેવાનો ઇનકાર કર્યો. તેણે સ્ટેજ પર રાજ્યપાલને બદલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર N. ચંદ્રશેખર પાસેથી ડિગ્રી લીધી.

PHD Scholar Jean Joseph

બુધવારે, મનોનમનિયમ સુંદરનાર યુનિવર્સિટીના 32મા દીક્ષાંત સમારોહમાં PHD સ્કોલર જીન જોસેફનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે પહેલાં બધું બરાબર ચાલી રહ્યું હતું, જેવી તે સ્ટેજ પર પહોંચી, રાજ્યપાલે તેને હાથના ઇશારાથી અહીં ઊભા રહેવાનું કહ્યું, પરંતુ તે આગળના મહેમાન પાસે ગઈ અને ડિગ્રી લેતી વખતે તેમની સાથે પરંપરાગત ફોટો ક્લિક કરાવ્યો. સામે બેઠેલા કેટલાક લોકોએ હાથ વડે ઈશારો કરીને કહ્યું કે, તમારે રાજ્યપાલ પાસે જવું જોઈએ પરંતુ તે આગળ વધી ગઈ. સ્વાભાવિક છે કે રાજ્યપાલ રવિને તે ગમ્યું નહીં અને તેમણે બીજી તરફ જોવાનું શરૂ કર્યું.

વિદ્યાર્થીએ તમિલનાડુના રાજ્યપાલ R.N. રવિને બદલે વાઇસ ચાન્સેલર N. ચંદ્રશેખર પાસેથી ડિગ્રી લીધી. ત્યાર પછી જોસેફે આમ કરવાનું કારણ પણ સમજાવ્યું. ડિગ્રીધારકે કહ્યું કે રાજ્યપાલ R.N. રવિ તમિલનાડુ અને તમિલો વિરુદ્ધ કામ કરી રહ્યા હોવાથી, હું તેમની પાસેથી ડિગ્રી લેવા માંગતી ન હતી. તેના બદલે, મેં મારી PHD ડિગ્રી વાઇસ ચાન્સેલર પાસેથી લીધી.

PHD Scholar Jean Joseph

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. આ સાથે, તેણે રાજકીય રંગ પણ લીધો છે. તે તો દરેકને ખબર જ છે કે, રાજ્યપાલ R.N. રવિ ખૂબ જ તેજતર્રાર રાજ્યપાલ માનવામાં આવે છે. તેઓ અને તમિલનાડુની DMK સરકાર ઘણી વખત સામ સામે થઇ જતા હોય છે. ભૂતકાળમાં, તેમણે સરકારના ઘણા બિલોને લાંબા સમય સુધી અટકાવી રાખ્યા હતા, જેના પછી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું હતું. જ્યારે, એપ્રિલ મહિનામાં, રાજ્યપાલ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે એક એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓની પાસે જય શ્રી રામના નારા લગાવડાવ્યા હતા. રાજ્યના ઘણા નેતાઓએ આ અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, PHD સ્કોલર DMK નેતાની પત્ની છે અને તેમણે રાજ્યપાલ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને બહાર લાવવા માટે આવું કર્યું હતું. તમિલનાડુની DMK સરકાર અને રાજ્યપાલ રવિ વચ્ચે અનેક કાયદાકીય મંજૂરીઓ પર ગતિરોધ છે. નવેમ્બર 2020 અને એપ્રિલ 2023ની વચ્ચે, વિધાનસભાએ 13 બિલ પસાર કર્યા પરંતુ રાજ્યપાલે તેને અટકાવી દીધા અથવા કોઈ કારણ આપ્યા વિના 10 ને પાછા મોકલ્યા હતા. જ્યારે વિધાનસભાએ તેને ફરીથી મોકલ્યું ત્યારે પણ રાજ્યપાલ રવિએ તેને રાષ્ટ્રપતિના વિચારણા માટે અટકાવી દીધા. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે તેને પણ ગેરબંધારણીય જાહેર કર્યું.

error: Content is protected !!