fbpx

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની સહિત 5 લોકો પર કેસ

Spread the love

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક રેમો ડિસોઝા, તેમની પત્ની લિઝેલ ડિસોઝા અને અન્ય પાંચ લોકો સામે ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈની થાણે પોલીસે જણાવ્યું કે, આ ફરિયાદ શનિવારે નોંધાઈ હતી. રેમો અને તેની પત્ની સહિત અન્ય તમામ લોકો પર 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 26 વર્ષની એક ડાન્સરે રેમો ડિસોઝા, તેની પત્ની લીઝલ અને અન્ય પાંચ લોકો પર આ આરોપ લગાવ્યો છે. પીડિત ડાન્સરે 16 ઓક્ટોબરે મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રેમો ડિસોઝા અને અન્ય 6 લોકો સામે કલમ 465 (કાવતરું), 420 (છેતરપિંડી) અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ફરિયાદ મુજબ, ડાન્સર અને તેના જૂથે 2018થી જુલાઈ 2024 વચ્ચે આ છેતરપિંડી કરવામાં આવી હતી. આ ગ્રૂપે TV શોમાં પ્રદર્શન કરીને જીત મેળવી હતી. ફરિયાદીનું કહેવું છે કે, રેમો અને અન્ય આરોપીઓએ એવો દેખાડો કર્યો કે આ જૂથ તેમનું છે અને તેમના દ્વારા જીતવામાં આવેલી 11.96 કરોડ રૂપિયાની ઈનામી રકમ હડપ કરી લીધી. આ કેસમાં રેમો ડિસોઝા અને લિઝલ ડિસોઝા ઉપરાંત ઓમપ્રકાશ શંકર ચૌહાણ, રોહિત જાધવ, ફ્રેમ પ્રોડક્શન કંપની, વિનોદ રાઉત, એક પોલીસકર્મી અને રમેશ ગુપ્તા નામના વ્યક્તિનું નામ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

કોરિયોગ્રાફર અને ડિરેક્ટર હોવા ઉપરાંત રેમો ડિસોઝા ઘણા રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂક્યા છે. તેણે વર્ષ 2009માં રિયાલિટી શો જજ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’, ‘ઝલક દિખલા જા’, ‘ડાન્સ પ્લસ’, ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’, ‘DID લિટલ માસ્ટર’ અને ‘DID સુપર મોમ્સ’નો સમાવેશ થાય છે.

ડાયરેક્ટર તરીકેના તેમના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, રેમો ડિસોઝાએ સલમાન ખાનની ફિલ્મ ‘રેસ 3’ સાથે ટાઈગર શ્રોફની ‘ફ્લાઈંગ જાટ’ અને ABCD ફ્રેન્ચાઈઝી બનાવી છે. ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘હેપ્પી’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આમાં તમને અભિષેક બચ્ચન સિંગલ ફાધર તરીકે જોવા મળશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!