દિવાળીનું વેકેશન આવે એટલે મોટાભાગના લોકો ફરવા જવાની યોજના બનાવતા હોય છે, પરંતુ આ વખતે ફરવા જવાનું મોંઘું થઇ ગયું છે. ફ્લાઇટના ભાડા 5,000થી માંડીને 20,000 જેટલા વધી ગયા છે. ખાનગી ટ્રાવેલ્સના ભાડા 1000થી 1400 રૂપિયા અને બાય રોડ ટ્રાવેલ કરવું હશે તો કિ,મી. દીઠ 2 રૂપિયાથી 5 રૂપિયાનો વધારો થઇ ગયો છે.
જાણવા મળેલી વિગત મુજબ ઇઝરાયલ- હમાસ યુદ્ધને કારણે ડીઝલનો ભાવ હજુ ઉપર જાય તેવી શક્યતા છે એટલે અત્યારથી ભાડા વધી ગયા છે. દુબઇની જે રાઉન્ડ ટ્રીપ સામાન્ય દિવસોમાં 20,000થી 25,000 રૂપિયામાં પડતી હતી તે હવે 45,000થી 50,000 રૂપિયા થઇ ગઇ છે.થાઇલેન્ડના એર ફેર પણ લગભગ ડબલ થઇ ગયા છે.