fbpx

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

Spread the love
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ કરી રહ્યો છે તેનું નામ સાનિયા ચંડોક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ એક ખાનગી કાર્યક્રમમાં સગાઈ કરી હતી. જ્યાં બંને પરિવારના ખાસ લોકો જ હાજર રહ્યા હતા. 25 વર્ષીય અર્જુન તેંડુલકરને હજુ સુધી ભારત માટે રમવાની તક મળી નથી.

પરંતુ, તેણે ચોક્કસપણે IPLમાં ડેબ્યૂ કર્યું છે. અર્જુન તેંડુલકરે મુંબઈ ઇન્ડિયન્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી IPLમાં 5 મેચ રમી છે, જેમાં તેણે 3 વિકેટ લીધી છે. આ વાત અર્જુન તેંડુલકર વિશે હતી, હવે અમે તમને તેની થનારી દુલ્હન સાનિયા ચંડોક વિશે જણાવીશું.

4

સાનિયા ચંડોક કોણ છે?

સાનિયા ચંડોક મુંબઈ સ્થિત ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. રવિ ઘાઈ બ્રુકલિન ક્રિમરીની પેરેન્ટ કંપની ગ્રેવિસ ગ્રુપના ચેરમેન છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના રેકોર્ડ મુજબ, સાનિયા મુંબઈ સ્થિત Mr. Paws Pet Spa & Store LLP માં એક નિયુક્ત ભાગીદાર અને ડિરેક્ટર પણ છે. ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં જાણીતું નામ, ઘાઈ પરિવારે એક ખાનગી સગાઈ સમારોહનું આયોજન કર્યું હતું. મુંબઈમાં પણ તેમની ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ છે અને બ્રુકલિન ક્રીમરી જેવા બિઝનેસ છે. સમારોહમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફક્ત બ્રૂકલિન ક્રિમરીની વાત કરીએ તો તેનું વાર્ષિક ટર્નઓવર 75 મિલિયન ડોલરથી વધુનું છે. 

02

અર્જુન તેંડુલકરની કારકિર્દી

૨૫ વર્ષીય અર્જુન તેંડુલકરે અત્યાર સુધીમાં પોતાના ઘરેલુ કારકિર્દીમાં 17 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 37 વિકેટ લીધી છે. તેંડુલકરે અત્યાર સુધીમાં લિસ્ટ Aમાં 18 મેચ રમી છે અને 25 વિકેટ લીધી છે. તો તેણે 24 T20 મેચોમાં 27 વિકેટ લીધી છે. અર્જુન તેંડુલકર બેટિંગમાં પણ સારો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની 1 સદી અને 2 અડધી સદી છે. અર્જુન હવે ગોવા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. અર્જુન તેંડુલકરે 26 ડિસેમ્બર 2024 ના રોજ જયપુર સામે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની છેલ્લી મેચ (લિસ્ટ A) રમી હતી.

error: Content is protected !!