fbpx

પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્રારા કરવાચોથ ની ઉત્સાહ ભેર ઉજવણી

Spread the love

પ્રાંતિજ ખાતે મહિલાઓ દ્રારા કરવાચોથ ની ઉત્સાહ ભેર ઉજવણી
– પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથ નુ વ્રત કરવામા આવે છે
– ચારણી દ્રારા પોતાના પતિ અને ચંદ્રને જોઈ પૂજા કરી
                 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા મા માં મહિલાઓએ કરવા ચોથ ની ઉલ્લાસભેર ઉજવણી કરી


 કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે કરવા ચોથ વ્રત માનવામાં આવે છે આ ચાલુ વર્ષે   રવિવાર  ના રોજ કરવા ચોથ વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી  આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જલા વ્રત નું પાલન કરે છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા ની પરણિત મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રવિવાર મોડી રાત્રે કરવા ચોથ નું વ્રત કરી ઉલ્લાસભેર ઉજવણી કરી હતી  જેમાં મોડી રાત્રે પરણિત મહિલાઓ એ ચંદ્ર દેવની પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ ચારણી દ્વારા પોતાના પતિ અને ચંદ્રને જોઈ પૂજા કરી હતી અને ત્યારબાદ પતિએ  પત્નીને પાણી અને મીઠાઈ ખવડાવી ને ઉપવાસ તોડ્યો હતો આમ પ્રાંતિજ સહિત તાલુકા ની પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કરવા ચોથ ના વ્રત ની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!