fbpx

‘હું ભગવાનની સામે બેસી ગયો…’ CJIએ સંભળાવી અયોધ્યા વિવાદના ચુકાદાની વાર્તા

Spread the love

ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડે કહ્યું છે કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપતા પહેલા તેમણે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેઓ કહે છે કે, જેઓ તેમનામાં વિશ્વાસ રાખે છે તેમના માટે ભગવાન માર્ગ બનાવી આપે છે. CJI DY ચંદ્રચુડે વધુમાં કહ્યું કે, તેઓ નિયમિત પ્રાર્થના કરે છે.

આ વાતો તેમણે પોતાના શહેર પુણેમાં કહી હતી. એક સમાચાર એજન્સી જણાવ્યા અનુસાર, તેમણે ખેડ તાલુકાના તેમના મૂળ ગામ કાનહેરસરના લોકોને સંબોધિત કર્યા. તેમના વતનના ગામે પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સંબોધનમાં, તેમણે કહ્યું, ‘ઘણી વાર અમારી પાસે કેસ આવે છે (નિર્ણયો આપવા માટે). પરંતુ અમે ઉકેલ સુધી પહોંચવામાં અસમર્થ હોઈએ છીએ. આવું જ કંઈક અયોધ્યા કેસ (રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ) દરમિયાન થયું હતું, જે ત્રણ મહિનાથી મારી સામે હતો. હું ભગવાન સમક્ષ બેઠો અને તેને કહ્યું કે તેણે કોઈ ઉકેલ શોધવો પડશે. મારા પર વિશ્વાસ કરો. જો તમારી પાસે શ્રદ્ધા હોય, તો ભગવાન હંમેશા કોઈને કોઈ માર્ગ શોધી આપે છે.

તેમના વતનના ગામમાં બોલતા, જસ્ટિસ DY ચંદ્રચુડે કહ્યું કે, દરેક વ્યક્તિએ સમુદાયોના રક્ષણ માટે તેમની ભૂમિકા ભજવવી જોઈએ, કારણ કે આબોહવા પરિવર્તન માત્ર સમૃદ્ધ સમાજને જ નહીં પરંતુ સૌથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજને પણ અસર કરે છે.

અહીં તમને જણાવી દઈએ કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ લાંબા સમયથી ચાલતો કાનૂની અને રાજકીય મુદ્દો હતો. 9 નવેમ્બર, 2019ના રોજ, તત્કાલિન CJI રંજન ગોગોઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે પોતાનો નિર્ણય આપ્યો. આ બેંચમાં વર્તમાન CJI DY ચંદ્રચુડ પણ હાજર હતા. આનાથી લગભગ 70 વર્ષ જૂના સંઘર્ષનો અંત આવ્યો. સુપ્રીમ કોર્ટે મસ્જિદ માટે વૈકલ્પિક પાંચ એકર પ્લોટ નક્કી કરીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને મંજૂરી આપી હતી. એટલે કે સુન્ની પક્ષને અયોધ્યામાં જ અલગથી 5 એકર જમીન આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. કોર્ટે આ મામલામાં 16 ઓક્ટોબર, 2019ના રોજ સુનાવણી પૂરી કરી હતી.

જુલાઈમાં CJI ચંદ્રચુડે અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં પૂજા પણ કરી હતી. આ વર્ષે 22 જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ-વિદેશના VIP લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!