દુનિયાના સૌથી ધનિક એલન મસ્કે ફરી એકવાર EVMનો મુદ્દો ઉછાળ્યો છે જેને કારણે ભારતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.કોંગ્રેસને સંજીવની મળી ગઇ છે.
એલન મસ્કે કહ્યું કે, EVMથી જ ચૂંટણીમાં ગોટાળા થાય છે. ચૂંટણી બેલેટ પેપરથી જ થવી જોઇએ અને મત ગણતરી મેન્યુઅલી થવી જોઇએ. મસ્કે કહ્યુ કે, હું ટેક્નિશ્યન છું અને માત્ર એટલું કહેવા માંગુ છું કે, EVMથી મતદાન ન થવું જોઇએ, કારણકે તે હેક થઇ શકે છે. EVM કમ્યુટર પ્રોગ્રામીંગ સાથે જોડાયેલું છે અને તે હેક કરવું શક્ય છે. કોંગ્રેસ નેતાઓએ X પ્લેટફોર્મ પર લખ્યુ કે, EVM હેક થઇ શકે છે. હમે મને કહો કે શું મસ્ક પણ ખોટું બોલી રહ્યા છે?