fbpx

ICC કરી શકે છે આ બદલાવ, 3 મેચની ટેસ્ટ શ્રેણી,ગુલાબી બોલથી ટેસ્ટ; ODIમાં આ ફેરફાર

Spread the love

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC ટૂંક સમયમાં ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને લઈને કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. ટેસ્ટ અને ODI ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે, ICC આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ સિવાય ODI ક્રિકેટમાં 25 ઓવર સુધી બે નવા બોલનો ઉપયોગ કરવો જોઈએ અને પછી બાકીની 25 ઓવર એક જ બોલથી ફેંકવી જોઈએ. આ પ્રકારના બદલાયેલા નિયમો પર વાતચીત ચાલી રહી છે. દુબઈમાં ICCની બોર્ડની બેઠક યોજાઈ હતી, જેમાં સોમવારે 21 ઓક્ટોબરે મહિલા ક્રિકેટને લઈને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

જ્યારે, જો મીડિયા સૂત્રોના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો, ICCની ક્રિકેટ સમિતિને બોર્ડની બેઠકમાં ઘણા સૂચનો મળ્યા છે. આ કારણોસર, ક્રિકેટ સમિતિએ ભલામણ કરી છે કે, ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે, આગામી WTC ચક્રમાં જેટલી પણ શક્ય હોય ડે-નાઈટ ટેસ્ટ એટલે કે પિંક બોલ ટેસ્ટ મેચો યોજવામાં આવે અને WTC ટેસ્ટ શ્રેણી પણ ઓછામાં ઓછી 3 મેચોની હોવી જોઈએ. ICCના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવા કેટલાક દેશો મોટા ભાગના પ્રસંગોએ માત્ર બે ટેસ્ટ શ્રેણી રમે છે. માત્ર ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા લાંબી ટેસ્ટ શ્રેણી રમે છે. આ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ કરતું નથી. માર્કસનું વિતરણ ખૂબ જ અન્યાયી બની જાય છે.’

ICC ક્રિકેટ કમિટીની અધ્યક્ષતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કરે છે અને તેમાં BCCIના સચિવ અને ટૂંક સમયમાં ICCના અધ્યક્ષ જય શાહ, ભૂતપૂર્વ શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દને, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ શૉન પોલોક, ભૂતપૂર્વ ન્યુઝીલેન્ડ કેપ્ટન ડેનિયલ વેટોરી અને રોજર હાર્પર પણ સામેલ છે. હાલમાં માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, પરંતુ BCCIએ બે વર્ષથી તેની ધરતી પર ગુલાબી બોલથી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં પિંક બોલ ટેસ્ટ રમશે.

સૂત્રએ કહ્યું, ‘ICC કમિટીનું માનવું છે કે, ગુલાબી બોલથી રમાતી ટેસ્ટ મેચોને કારણે વધુ લોકો સ્ટેડિયમમાં આવે છે. તાજેતરમાં પાકિસ્તાનમાં દર્શકોની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી. ભારતમાં 3 ગુલાબી બોલ રમાઈ હતી તેમાં સામાન્યથી વધારે ટિકિટ વેચાઈ હતી. ટેસ્ટ રમતા દેશોને સામાન્ય કરતાં વધુ પિંક બોલ ટેસ્ટ મેચ રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.’ અન્ય સૂચન એ છે કે, ODI મેચોની પ્રથમ 25 ઓવરમાં માત્ર બે બોલનો ઉપયોગ કરવો અને ત્યાર પછી બીજા 25 ઓવરમાં માત્ર એક જ બોલનો ઉપયોગ કરવો. છેલ્લા એકાદ દાયકાથી બંને છેડેથી બે નવા બોલ ફેંકવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં છેલ્લી ઓવર સુધી બોલ માત્ર 25 ઓવર જૂનો રહે છે. આવી સ્થિતિમાં બોલરોને ઓછી મદદ મળે છે અને ફિંગર સ્પિનરો પરેશાન રહે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!