ગાંધીનગર પોલીસ ભવનમાં દલિતાનો પ્રશ્નો અંગે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને સીઆઈઇડી ક્રાઇમના વડા IPS રાજકુમાર પાંડિયન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
જિગ્નેશ મેવાણીએ અમદવાદામા પત્રકાર પરિષદામા આરોપ લગાવ્યો હતો કે,IPS પાંડિયને મારી સાથે એણછાજતું વર્તન કર્યું હતું અને મારો મોબાઇલ બહાર મુકાવી દીધો હતો અને મારા ટી-ર્શટ પહેરવા પર વાંધો ઉઠાવ્યો હતો.
મેવાણીએ ક્હયું કે મારા પર, મારા પરીવાર પર કે મારી ટીમના કોઇ પણ સભ્યનો જીવ જશે તો તેના માટે IPS રાજકુમાર પાંડિયન જવાબદાર રહેશે. 23 ઓક્ટોબરે ગાંધીનગરમાં આવેલી DG ઓફિસની સામે પાંડિયન વિરુદ્ધ દેખાવો કરાશે. મેવાણીએ કેટલાંક સવાલો ઉઠાવ્યા હતા જેને કારણે બોલાચાલી થઇ હતી. મેવાણીએ કહ્યું કે પોલીસ અધિકારીની શાન ઠેકાણે લાવીશું.