બુલિયન માર્કેટમાં સોનાના ભાવ ઐતિહાસિક સપાટી પાર કરી રહ્યા છે તો હવે ચાંદીનો ભાવ પણ મંગળવારે ઐતિહાસિક સપાટીને પાર કરી ગયો હતો. પહેલીવાર ચાંદીનો ભાવ કિલોએ 1 લાખ રૂપિયાની ઉપર પહોંચી ગયો છે.
ચાંદીના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાંદીની ડિમાન્ડ નિકળી છે. ઉપરાંત ચીનમાં છેલ્લાં ત્રિમાસિક ગાળામાં સિલ્વપ આધારિત એક્સચેન્જ ટ્રેડડ ફંડમાં 829 ટન ચાંદી ખરીદવામાં આવી હતી અને હજુ વધુ ચાંદીની ચીન ખરીદી કરે તેવી શક્યતા છે. જાણકારોના કહેવા મુજબ ચાંદીનો ભાવ કિલો દીઠ 1.25 લાખ સુધી પહોંચી શકે છે. આ ન્યૂઝ હોવાથી તમને જાણ કરી છે, પરંતુ રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું. ચાંદીનો ભાવ 1 વર્ષમાં 25000 રૂપિયા વધ્યો છે.