લોકસભા 2024માં રાહુલ ગાંધી 2 સીટ પરથી ચૂંટણી લડયા હતા. એક કેરળની વાયનાડ અને બીજી ઉત્તર પ્રદેશની રાયબરેલી. બંને બેઠકો પર જીત મેળવ્યા પછી રાહુલે વાયનાડ બેઠક છોડી દીધી હતી. હવે આ ખાલી પડેલી લોકસભા બેઠક પર 13 નવેમ્બરે ચૂંટણી થવાની છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધીનું નામ જાહેર કરી દીધું છે.
ભાજપે પ્રિયંકાની સામે નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે. નવ્યા 39 વર્ષના છે અને કોઝિકોડી કોર્પોરેશનમાં 2 વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. ઉપરાંત ભાજપ મહિલા મોર્ચાના મહાસચિવ છે. નવ્યાએ કાલીકટ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક કરેલું છે.
જો કે વાયનાડ બેઠક એ કોંગ્રેસનો ગઢ છે અને રાહુલ ગાંધી 2019 અને 2024 બંને લોકસભા ભારે લીડથી જીત્યા હતા. જો પ્રિયંકા જીતશે તો ગાંધી પરિવારના 3 સભ્યો સાંસદ થશે. રાહુલ, સોનિયા અને પ્રિયંકા.