ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાની સદર સીટથી ધારાસભ્ય યોગેશ વર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભાજપના ધારાસભ્ય કલેક્ટ્રેટ પરિષદમાં રોડ વચ્ચે કાનૂનગોની ફરિયાદ કરતા નજરે પડી રહ્યા છે. ધારાસભ્ય યોગેશ વર્મા SDMને કહે છે કે રિટાયર્ડ શિક્ષક અને RSSના ખંડ સંઘ ચાલક વિશ્વેશ્વર દયાળની જમીનની માપણી માટે લાંચમાં 5000 રૂપિયા લેવામાં આવ્યા છે, એ રૂપિયા પાછા અપાવો. કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લામાં નકહા બ્લોકના ખંડ સંઘચાલક વિશ્વેશ્વર દયાળ છેલ્લા 6 વર્ષથી પોતાની જમીનની માપણી માટે અધિકારીઓની ચક્કર લગાવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, જિલ્લામાં નકહા બ્લોકના ખંડ સંઘચાલક વિશ્વેશ્વર દયાળ છેલ્લા 6 વર્ષથી પોતાની જમીનની માપણી માટે અધિકારીઓના ચક્કર લગાવી રહ્યા છે. તેમણે તેના માટે ક્ષેત્રના કાનૂનગો લક્ષ્મણ યાદવને ઘૂસ તરીકે 5000 રૂપિયા પણ આપ્યા હતા. જેના પર કાનૂનગોએ પાળો બાંધ્યો હતો, પરંતુ થોડા જ દિવસ બાદ વિપક્ષીઓએ તેને તોડાવી દીધો.
તેની ફરિયાદ વિશ્વેશ્વર દયાળે ભાજપના ધારાસભ્ય યોગેશ વર્માને કરી, ત્યારબાદ ધારાસભ્યએ SDMને ફોન કર્યો. પરંતુ કોઈએ પણ વાત ન સાંભળી. તેનાથી નારાજ ધારાસભ્ય યોગેશ વર્મા ગત દિવસોમાં પીડિત વિશ્વેશ્વર દયાળને પોતાની સ્કૂટી પર બેસાડીને કલેક્ટ્રેટ પરિસર પહોંચી ગયા અને સદર તાલુકાના SDM અશ્વિની સિંહ પાસે કાનૂનગોએ લાંચમાં લીધેલા 5000 પાછા આપવાની માગ કરવા લાગ્યા. સ્કૂટી પર બેઠા ભાજપના ધારાસભ્યએ કહ્યું કે, જો ભ્રષ્ટાચાર ન રોકાયો તો તેઓ તેમની વિરુદ્ધ પ્રદર્શન કરશે.
વિશ્વેશ્વર દયાળજી અમારા ગુરુ છે. રિટાયર્ડ શિક્ષક છે, અત્યારે નકહા ખંડના સંઘચાલક પણ છે. 6 વર્ષથી તેમની જમીનની માપણીનું સમાધાન કરાયું નથી. મેં ફોન કર્યા બાદ પણ ઢીલાશ રાખવામાં આવી રહી છે. પારિવારિક વિવાદને નિપટવો જોઈએ ન કે તેને ગુંચવવો જોઈએ. મુખ્યમંત્રીજીનો સ્પષ્ટ નિર્દેશ છે કે અધિકારી આમ તેમ ન કરે. ઉલ્લેખનીય છે કે હાલમાં બાર કાઉન્સિલના અધ્યક્ષ અવધેશ સિંહે ધારાસભ્ય યોગેશ વર્માને થપ્પડ લગાવી દીધી હતી. આ મામલે ખૂબ હોબાળો થયો હતો. ભાજપના હાઇકમાન્ડે પણ તેને સંજ્ઞાનમાં લીધું હતું. ત્યારબાદ આરોપીઓ પર પાર્ટી સ્તર પર કાર્યવાહી થઈ અને પોલીસે કેસ નોંધ્યો હતો.