fbpx

2.5 કિલો સોનું, 59 કિલો ચાંદી, જાણો કેટલા અમીર છે પ્રિયંકા ગાંધી

Spread the love

કેરળની વાયનાડ સીટ ફરીથી ચર્ચામાં આવી ચૂકી છે અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે આગામી લોકસભાની પેટાચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. ઉમેદવારી પત્ર દાખલ કરવા દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખરગે અને કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ નેતા ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવિટમાં પોતાની આવકનો ખુલાસો કર્યો છે. નાણાકીય વર્ષ 2023-24ના ઇનકમ રિટર્નમાં દેખાડવામાં આવેલી આવક મુજબ, પ્રિયંકા ગાંધી પાસે 46.39 લાખ રૂપિયાની સંપત્તિ છે.

જ્યારે તેમના પતિ રોબર્ટ વાડ્રા પાસે કુલ સંપત્તિ 15 લાખ રૂપિયાની છે અને 138,992,515 રૂપિયાની અચલ સંપત્તિ છે. તો રોબર્ટ વાડ્રા પાસે 37,91,47,432 રૂપિયાની ચલ સંપત્તિ છે. પ્રિયંકા ગાંધી પર 15 લાખ 75 હજાર રૂપિયાનું દેવું છે જ્યારે રોબર્ટ વાડ્રાની દેવાદારી 10,03,30,374 રૂપિયાની છે. ચૂંટણી એફિડેવિટ મુજબ કોંગ્રેસ નેતાએ મ્યૂચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે. તેમણે મ્યૂચ્યુઅલ ફંડમાં કુલ 2 કરોડ 24 લાખ અને 93 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે.

તેમની પાસે 3 બેન્ક અકાઉન્ટ છે, જેમાં 3 લાખ 61 હજાર રૂપિયાથી વધુની ડિપોઝિટ છે. તો 30 સપ્ટેમ્બર સુધી તેની પાસે કેશ ઇન હેન્ડ 52 હજાર રૂપિયા હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાના PPF અકાઉન્ટમાં 17 લાખ 38 હજાર 265 રૂપિયા હતા. તો તેમની પાસે 59.83 કિલો ચાંદીથી બનેલી વસ્તુ છે, જેની વેલ્યૂ 29,55,581 રૂપિયા છે. તો તેની પાસે 4.41 કિલોની જ્વેલરી છે, જેમાં 2.5 કિલો સોનાની છે અને તેની કિંમત 1 કરોડ 15 લાખ 79 હજાર રૂપિયા છે.

પ્રિયંકા ગાંધી પાસે 8 લાખ રૂપિયાની હોન્ડા CVR કાર છે. કોંગ્રેસ નેતા પાસે 2 કરોડ 10 લાખ રૂપિયાથી વધુની કિંમતની ખેતીલાયક જમીન છે. પ્રિયંકા ગાંધી પાસે 48,997 સ્ક્વેર ફૂટ એરિયાનું ઘર છે, જે શિમલામાં સ્થિત છે. તેની કિંમત લગભગ 1 કરોડ 09 લાખ રૂપિયાની આસપાસ છે. ચૂંટણી એફિડેવિટ મુજબ પ્રિયંકા ગાંધી પાસે કુલ 7.74 કરોડ રૂપિયાનો રેસિડેન્ટ એરિયા છે. તો રોબર્ટ વાડ્રા પાસે 27.64 કરોડ રૂપિયાની કોમર્શિયલ બિલ્ડિંગ્સ છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!