fbpx

Video: પ્રિયંકા સાથે કેમ ઊભા નહોતા ખરગે? દૂર દરવાજામાંથી ડોકિયું કરતા રહ્યા

Spread the love

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ ઉમેદવારી પત્ર ભરવા દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે દૂર ઊભા રહીને દરવાજામાંથી ડોકિયું કરી રહ્યા છે. આ વીડિયો શેર કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાવો કર્યો કે ખરગેનું અપમાન કરવામાં આવ્યું છે અને બધુ સન્માન માત્ર કોંગ્રેસના એક પરિવારને મળ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર વીડિયો શેર કરતા લખ્યું કે આ જોઈને માઠું લાગ્યું કે આટલા સીનિયર નેતા સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે વાત પછી AICCના અધ્યક્ષની હોય કે પછી PCCની, શું આ પ્રકારે કોઈને અપમાનિત કરવાનું પરિવારને સારું લાગે છે? શું તેમને એક રબર સ્ટેમ્પની જેમ ઉપાયોગ કરવાના છે? અત્યાર સુધી કોંગ્રેસ તરફથી આ વાયરલ વીડિયો બાબતે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. ખરગેએ પણ સામે આવીને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એવું પહેલી વખત નથી, જ્યારે કોંગ્રેસ પર પોતાના જ સીનિયર નેતાના અપમાનનો આરોપ લાગ્યા છે. ઘણા નેતાઓ સાથે એવું થયું છે અને આ કારણે પાર્ટી વિવાદોમાં પણ ફસાઈ છે.

એ વાત અલગ છે કે પ્રિયંકા ગાંધીના નોમિનેશનને લઈને એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે થોડા સમય સુધી ખરગે તેમની સાથે જ ઊભા હતા, પરંતુ પછી તેઓ બહાર જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાયનાડ સીટ છોડી દીધી હતી. ત્યારબાદ ત્યાં પેટાચૂંટણીની જાહેરાત થઈ અને હવે પ્રિયંકા ગાંધીએ પોતાની દાવેદારી રજૂ કરી છે. કોંગ્રેસને પૂરી આશા છે કે પ્રિયંકા ગાંધીના માધ્યમથી પાર્ટી દક્ષિણ ભારતને સાધવામાં સફળ થઈ જશે અને તેનાથી ઉત્તર-દક્ષિણનું બેલેન્સ પણ યથાવત રહેશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!