fbpx

લાખો હિંદુઓ બાંગ્લાદેશમાં રસ્તે ઉતર્યા અને યુનુસ સરકાર સામે 8 માંગ મૂકી

Spread the love

બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીનાના રાજીનામા પછી હવે દેશની કમાન નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના હાથમાં છે. લઘુમતીઓ પર અત્યાચારના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે સનાતન જાગરણ મંચે ચંટગાંવના લાલદીઘી મેદાનમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું અને હજારો હિન્દુઓ અહીં એકઠા થયા હતા.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, હિન્દુ કાર્યકર્તાઓના જૂથે દાવો કર્યો છે કે, જ્યાં સુધી મોહમ્મદ યુનુસની સરકાર તેમની આઠ માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ બંધ કરશે નહીં. જેમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચારના કેસોમાં ઝડપી સુનાવણી, પીડિતોને વળતર અને પુનર્વસન, લઘુમતી સંરક્ષણ અધિનિયમનો અમલ કરવો, લઘુમતી બાબતોના મંત્રાલયની રચના કરવી અને હિન્દુ કલ્યાણ ટ્રસ્ટને હિન્દુ ફાઉન્ડેશનમાં અપગ્રેડ કરવા જેવી માંગણીઓનો સમાવેશ થાય છે.

ફોરમનું કહેવું છે કે, જ્યારે પણ બાંગ્લાદેશમાં સરકાર બદલાય છે, ત્યારે હિન્દુ સમુદાયો પર હુમલા વધી જાય છે. જેના કારણે તેમનું જીવન મુશ્કેલ બની જાય છે. સનાતન જાગરણ મંચે ચેતવણી આપી છે કે, જો આ માંગણીઓ જલ્દી સંતોષવામાં નહીં આવે તો તેઓ ઢાકામાં વિશાળ પ્રદર્શન કરશે.

બાંગ્લાદેશના પર્યાવરણ પ્રધાન સૈયદ રિઝવાન હસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે હિન્દુ સમુદાયની માંગણીઓ સાંભળી છે અને ઇતિહાસમાં પ્રથમ વખત બાંગ્લાદેશમાં બે દિવસની દુર્ગા પૂજાની રજા લાગુ કરી છે. 5 ઓગસ્ટે શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી હિન્દુ જૂથો દ્વારા આ સૌથી મોટો વિરોધ છે. લઘુમતીઓના અધિકારોના રક્ષણની ખાતરી હોવા છતાં, વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી લઘુમતીઓ સામે તોડફોડ અને લૂંટફાટ જેવા ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

બે અઠવાડિયા પહેલા ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને હિંદુઓ પર થઇ રહેલા હુમલાની કડક નિંદા કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે, બાંગ્લાદેશ સરકારે હિંદુઓ પર થઇ રહેલા હુમલાની ઘટનાઓને ગંભીરતાથી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આવી ઘટનાઓ અત્યંત નિંદનીય છે. હુમલાખોરો મંદિરો અને દેવી-દેવતાઓને અપમાનિત કરી રહ્યા છે. આ એક આખી પેટર્ન બની ગઈ છે અને અમે તેને ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg
error: Content is protected !!