fbpx

ગેનીબેન ઠાકોર અને ભૂપત ભાયાણીને મોકલાઈ નોટિસ, જાણો કારણ

Spread the love

સરકારી ક્વાર્ટર ખાલી ન કરાતા ગુજરાતના 2 પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમાંથી એક ધારસભ્યએ થોડા મહિનાઓ અગાઉ થયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી જીત મેળવીને સંસદ પહોંચ્યા છે, જેથી હવે તેમની સીટ ખાલી પડી છે, ત્યાં પેટાચૂંટણી થવાની છે. તો બીજા એક ધારાસભ્ય છે જે આમ આદમી પાર્ટીમાંથી લડીને જીત્યા હતા, પરંતુ ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. આ બંને જ પૂર્વ ધારાસભ્યોને નોટિસ ફટકારવામાં આવી છે. ચાલો તો જાણીએ શું છે આખો મામલો?

ગુજરાતના 2 પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભૂપત ભાયાણીને નોટિસ ફટકારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ સરકારી ક્વાર્ટર ખાલી ન કરતા તેમને નોટિસ ફટકારાઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ બંને પૂર્વ ધારાસભ્યોને અગાઉ ક્વાટર્સ છોડવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે ક્વાર્ટર ખાલી ન કરતા નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ ગેનીબેન ઠાકોરનું સરકારી ક્વાર્ટરમાં પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલને ફાળવવામાં આવ્યું છે.

તાજેતરમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. વાવ વિધાનસભા સીટ પરથી રાજીનામું આપીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા સીટ પર લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તો બીજી તરફ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ તેમને ગાંધીનગર સ્થિતિ સરકારી ક્વાટર્સ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ગેનીબેન ઠાકોર સાથે જ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ સરકારી ક્વાટર્સ છોડવા માટે કહેવાયું હતું, ત્યારબાદ પણ સરકારી આવાસ ખાલી ન કરતા હવે બંનેને નોટિસ પાઠવવામાં આવી છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!