પ્રાંતિજ કેનરા બેંક ની વાલા દવાલા નીતિ
– બેંક ગ્રાહકો ૨૦ નુ ફેસ બંડલ લેવા જતા નાના ગ્રાહકોને ના મોટા ગ્રાહકો માન સન્માન
– ૨૦ ની નોટો નુ બંડલ ના આપતા કેટલાય ગ્રાહકોમા બેંક સામે રોષ
– બેંક મેનેજર ઉચા ભાવે બજાર મા આપલે કરતા હોવાનુ પણ સૂત્રોદ્રારા સામે આવ્યુ
– ખરેખર તપાસ થાય તો સાચુ-ખોટુ બહાર આવે તે છે
– બેંક મા લાગેલ સીસીટીવી ફુટેજ ચેક કરી ઉપલા અધિકારીઓ દ્રારા કાર્યવાહી કરવા માંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ કેનરા બેંક ની વાલા-દવાલા નીતિ સામે આવી
દિવાળી ના તહેવાર હોય ને બેંક દ્રારા બેંક ના ખાતે દારો ને નવા નોટોના બંડલ આપતી હોય છે અને લોકો પણ તહેવારો મા નવીનોટ નુ બંડલ પોતાની પાસે રાખવાનુ વધુ પસંદ કરતા હોય છે અને બેંક મા નવુ બંડલ લેવા જતા હોય છે ત્યારે પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ કેનરા બેંક દ્રારા વાલા દવાલા નિતી જોવા મળી હતી જેમા બેંક ના નાના ખાતે દારો માટે ૨૦ ની નોટો નુ બંડલ નહી અને મોટા ખાતે દારો ને અંદર બોલાવી ૨૦ નુ બંડલ આપવામા આવતા બેંક ના નાના ખાતે દારો મા કેનરા બેંક સામે રોષ જોવા મલ્યો છે તો બેંક કર્મચારીઓ ઉચા ભાવે દલાલ મારફતે બજાર મા વેચાણ કરતા હોય તેવુ પણ સુત્રો દ્રારા જાણવા મલ્યુ છે ત્યારે આ બાબતે બેંક મેનેજર ને પુછતા બેંક મેનેજર એ જણાવ્યુ હતુ કે અમારી બેંક મા આ વર્ષે બંડલ આવ્યાજ નથી ત્યારે બેંક મેનેજર તથા બેંક કર્મચારીઓ સામે ઉપલા અધિકારીઓ દ્રારા ખરેખર તપાસ કરી એક્શન લેવામા આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે
જીલ રાવલ પ્રાંતિજ