fbpx

લાખો રૂપિયાની બેગ પર જયા કિશોરીએ કહ્યું- ‘હું કોઇ સાધ્વી નથી, તમે પણ…’

Spread the love

જાણીતા કથાવાંચક જયા કિશોરીએ સોશિયલ મીડિયા પર થઇ રહેલી ટ્રોલિંગ અને પોતાની પાસે લેધરની બેગ રાખવાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, તમે કોઇ વસ્તુ બ્રાન્ડ જોઇને ખરીદતા નથી, તમને જે પસંદ આવે છે, તમે તેને ખરીદી લો છો. હું પણ તમારા જેવી જ છું, પરંતુ મારા જીવનના કેટલાક નિયમ છે. જેમાંથી એક એ છે કે હું ક્યારેય લેધરનો ઉપયોગ કરતી નથી, મેં તેનો ક્યારેય ઉપાયોગ કર્યો નથી. જયા કિશોરીએ સમાચાર એજન્સીને કહ્યું હતું કે, એ બેગ કસ્ટમાઇઝ્ડ બેગ છે અને તેમાં ક્યાંય લેધર નથી.

તેમણે કહ્યું હતું કે, ‘કસ્ટમાઇઝ્ડનો અર્થ થાય છે કે તમે તેને પોતાની મરજીથી બનાવડાવી શકો છો. એટલે તેના પર મારું નામ પણ લખ્યું છે. મેં ક્યારેય લેધરનો ઉપાયોગ કર્યો નથી અને ન ક્યારેય કરીશ. જે લોકો મારી કથામાં આવ્યા છે, તેઓ સારી રીતે જાણે છે કે હું ક્યારેય કહેતી નથી કે બધુ મોહમાયા છે, પૈસા ન કમાવ કે બધુ ત્યજી દો. મેં કશું જ ત્યજ્યું નથી, તો હું તમને એમ કરવા માટે કઇ રીતે કહી શકું છું. હું પહેલા દિવસથી જ સ્પષ્ટ છું કે હું કોઇ સંત, સાધુ કે સાધ્વી નથી. હું એક સામાન્ય છોકરી છું, હું એક સામાન્ય ઘરમાં રહું છું. હું પોતાના પરિવાર સાથે રહું છું.

જયા કિશોરીએ વધુમાં કહ્યું કે, હું યુવાઓને પણ કહું છું કે તમે મહેનત કરો, પૈસા કમાવ, પોતાને એક સારી જિંદગી આપો અને પોતાના સપના પૂરા કરો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જયા કિશોરીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ ટ્રૉલી અને હેન્ડ બેગ સાથે નજરે પડી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની આ બેગ ક્રિશ્ચિયન ડાયર બ્રાન્ડની છે, જેની કિંમત એક બુલેટ બાઇક બરાબર છે. તેમનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. હવે આ મામલે કથાવાંચકે પોતાની પ્રતિક્રિયા આપી છે.

error: Content is protected !!