સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાંથી એક અસાધારણ કહી શકાય એવી ઘટના સામે આવી છે. જેમાં એક ગધેડીની સીમંત વિધિ કરવામાં આવી હતી. આ ઘટના જ્યારે સામે આવી ત્યારે આસપાસના ઉપલેટાના કોલકી ગામે ગામના લોકો તો ઠીક રાજકોટ સુધી તમામ લોકો ચોંકી ગયા હતા. કદાચ આને ભારતની પહેલી ઘટના માનવામાં આવે છે. ગધેડીની સીમંત વિધિ કરવામાં આવતા ગામના લોકોની કુતુહલતાનો પાર રહ્યો ન હતો.
સૌરાષ્ટ્ર્ પંથકમાં હાલારી ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઘેડાઓની સંખ્યા ઘટીને માત્ર 439 રહી ગઈ છે. આ હાલારી ગધેડાઓને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી ગઈ છે. એવામાં હાલારી ગધેડાઓના સંરક્ષણ હેતું ભૂજની એક સંસ્થા તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનું નામ સહજીવન સંસ્થા છે. સીમંત વિધિ કરવામાં આવતા આસપાસમાંથી અનેક લોકો ઉમટી પડ્યા હતા. આ વિધિ કરવા પાછળનો હેતુ હાલારી ગધેડાની પ્રજાતિને બચાવવા માટેનો છે. આને ઘણા લોકો એક સંસ્કાર વિધી માની રહ્યા છે. એટલું જ નહીં ગધેડીની પૂજા કરી લાલ રંગની ચુંદડી પણ ઓઢાડવામાં આવી હતી. જે રીતે નવી પુત્રવધૂને સીમંત પ્રસંગે શગુન કરવામાં આવે છે એ જ રીતે ગધેડીને પણ શગુન આપવામાં આવ્યું હતું. ગધેડાના માલિકે આ તમામ વસ્તુઓને સ્વીકારીને લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. જોકે, હાલારી ગધેડાઓની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે એને બચાવવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આ પ્રકારની અનોખી વિધિ કરીને પશુ પાલકો વચ્ચે આ પ્રજાતિને બચાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો છે.
જોકે, ન માત્ર હાલારી ગધેડા પણ પશુની કેટેગરીમાં ઘણી એવી પ્રજાતિઓને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ ઉપરાંત જુદા મેચ થતા પ્રાણીઓમાં બ્રીડ તૈયાર કરીને પ્રજાની મૂળ જાતિને સાચવવા માટે પણ પ્રયાસ શરૂ થયા છે. પણ હાલારી ગધેડાઓની સંખ્યા મર્યાદિત થઈ રહી છે. ખાસ કરીને આ પ્રજાતિ સચવાય તો ખેડૂતો સહિત અનેક પશુપાલકોને માલની હેરાફેરી માટે આ ગધેડાઓ ઉપયોગી પુરવાર થઈ શકે છે. કારણ કે તે શારીરિક રીતે મજબુત હોય છે. આવી ખડતલ જાતિ લાંબા સમય સુધી ટકે એવો આ પશુપાલકોનો પ્રયાસ રહ્યો છે.