પ્રાંતિજ સહિત તાલુકામાં ગ્રામિણ પરંપરા મશાલ જયોત યંત્ર યુગમાં પણ યથાવત
– આગીમ-માગીમ તેલ પુરાવો તેલ ના હોય તો ધી પુરાવો
– વર્ષો થી ચાલી આવતી પ્રથા યંત્રયુગ માં પણ અકબંધ
– બાળકો હાથમાં મશાલ જોત લઇને નિકળ્યા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ પરંપરા- ભારતીય સંસ્કૃતિ આજે ગામડાઓમાં અંકબંધ છે અને દિવાળી ના પર્વોમાં મશાલ ના પ્રતિકરૂપે પ્રકાશ પ્રસરાવવાની ગ્રામિણ પરંપરા સોનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે યથાવત છે
નાના બાળકો અને કિશોરો મશાલ ના સ્વરૂપે શેરડીના સાઠામાં માટીના કંપથી અને શ્રીફળની કાસલીથી બનાવેલી મશાલ જયોત બનાવી ધરે-ધરે થી તેલ પુરાવાની અર્થાત સહયોગ માગવાની એક અનોખી શૈલી નિર્માણ થઇ છે કાગ માંગણીમાં આગીમ માગીમ તેલ પુરાવો ના હોય તો ધી પુરાવો ના કાલાધેલા શબ્દો સાથે સૌનોસાથ લઇ પ્રકાશ પ્રસરાવવાનો આ અનોખો સંદેશ આપતી ગ્રામીણ સંસ્કૃતિ ના સીધાં દર્શન આજે પણ પ્રાંતિજ સહિત તાલુકાઓમાં ગ્રામિણ વિસ્તાર ની પરંપરાઓનું પ્રતિબિંબ પાડેછે તો પ્રાંતિજ તપોધન ફડી ખાતે નાનાં ભુલકાઓ હાથમાં મશાલ લઈ ને પરિવાર ના સભ્યો સાથે નિકળ્યાં હતાં તો સોસાયટીઓમાં પણ હજુ પરમ પરા જળવાઇ રહી હોય તેમ પ્રાંતિજ હરીઓમ પાર્ક સોસાયટી ના રહીશો પણ ભૂલકાંઓ સાથે હાલ મા મસાલ લઇને નિકળ્યા હતાં અને સોસાયટી માં ધરે ધરે ગયાં હતાં તો ગ્રામિણ પરંપરા મશાલ જયોત આજે પણ યંત્ર યુગ મા પણ યથાવત છે
જીલ રાવલ પ્રાંતિજ