fbpx

વખાણ સાંભળીને ગદગદ થયા CM નીતિશ, ભાષણ વચ્ચે ભાજપ નેતાના પગે પડ્યા

Spread the love

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચિત્રગુપ્ત પૂજાના અવસર પર ભાજપના પૂર્વ રાજ્યસભાના સાંસદ આર.કે. સિન્હાને પગે પડ્યા. પટના સિટીના આદિ ચિત્રગુપ્ત મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર નીતિશ કુમાર અને આર.કે. સિંહ ઉપસ્થિત હતા. આ દરમિયાન નીતિશ કુમાર આર.કે, સિંહાને પગે પડ્યા. આ અગાઉ નીતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પગે પડતા નજરે પડ્યા હતા. ત્યારબાદ તેઓ બિહારમાં પણ ઘણી વખત પોતાના અધિકારીઓને પગે પડવાની વાત કહેતા નજરે પડ્યા, જેથી અધિકારી જલદી કામ કરે.

ચિત્રગુપ્ત પૂજાના અવસર પર આર.કે. સિંહા પટનાના આદિ ચિત્રગુપ્ત મંદિર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ઉપસ્થિત હતા અને આ દરમિયાન પોતાના સંબોધનમાં આર.કે. સિંહાએ નીતિશ કુમારના વખાણ કરવાની શરૂઆત કરી દીધી અને મંદિરના જીર્ણોદ્વાર માટે તેમનો આભાર માન્યો. આર.કે. સિંહાએ વખાણ કરતા કહ્યું હતું કે, મંદિરનું સ્વરૂપ બદલાયું છે, તેના માટે નીતિશ કુમારને શ્રેય જાય છે. ત્યારબાદ નીતિશ કુમાર ગદગદ થઇ ગયા અને મંચ પર આર.કે. સિંહાને પગે પડવા લાગ્યા.

ભાજપના પૂર્વ સાંસદનું કહેવું છે કે અગાઉ આ મંદિરની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ નીતિશ કુમારે તેના પર ધ્યાન આપીને મંદિરનું સ્વરૂપ પૂરી રીતે બદલી દીધું છે. આ અગાઉ 10 જુલાઇના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં નીતિશ કુમાર એન્જિનિયરને કહી રહ્યા હતા કે કહો તો તમને પગે પડી લઉં. એમ કહીને નીતિશ કુમાર આગળ વધ્યા, ત્યારબાદ એન્જિનિયર પાછળ હટીને તેમને એમ ન કરવાની વિનંતી કરતો નજરે પડ્યો હતો.

વાસ્તવમાં નીતિશ કુમાર બિહારની રાજધાની પટનામાં જે.પી. ગંગા પથ પર ગાય ઘાટથી લઇને કંગન ઘાટ સુધી 3.4 કિલોમીટર બનેલા પુલનું લોકાર્પણ કરવા ગયા હતા. આ પરિયોજનાના કામમાં થઇ રહેલા વિલંબને લઇને નીતિશ કુમાર નિરાશ દેખાયા અને એન્જિનિયરોને કામમાં તેજી લાવવાનો આગ્રહ કરતા કહેવા લાગ્યા કે કહો તો અમે તમને પગે પડી લઇએ, પરંતુ તેનું નિર્માણ ઝડપથી કરો.

error: Content is protected !!