રોજ હજારોની સંખ્યામાં લોકો મંદિર પહોંચે છે અને ત્યાં જઈને ભગવાનના દર્શન કરે છે. થોડો સમય મંદિરમાં વિતાવે છે, ભક્તિ કરે છે અને ત્યાંથી જે પ્રસાદ મળે છે, તેને જરૂર ગ્રહણ કરે છે, પરંતુ ક્યારેક ક્યારેક લોકો મંદિરમાં મૂર્ખાઈ કરી દે છે અને તેની પાછળ પાછળ બીજા પણ એમ કરવા લાગે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે તમને દંગ કરી દેશે. આવો તો પછી તમને જણાવીએ કે વીડિયોમાં શું નજરે પડી રહ્યું છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે મંદિરની દીવાલ પર બનેલા હાથીના મોંઢામાંથી ટીપું ટીપું પાણી પડી રહ્યું છે. એજ જગ્યા પર ઘણા લોકોની ભીડ પણ નજરે પડી રહી છે જે એ પાણીને ચાના ગ્લાસ કે પછી હાથમાં લઇ રહ્યા છે. કેટલાક લોકો એ પાણીને પ્રસાદ સમજીને પીય રહ્યા છે તો કેટલાક લોકો તેને માથા પર લગાવી રહ્યા છે. વીડિયો બનાવનાર વ્યક્તિ એક મહિલાને કહે છે, ‘દીદી આ ACનું પાણી છે, આ ઠાકુરજીના ચરણોનું પાણી નથી.’ આ વાત સાંભળીને મહિલા હસી રહી છે.
વીડિયોમાં તે વધુમાં કહી રહ્યો છે કે મંદિરના પૂજારીઓએ જણાવ્યું છે કે આ જે પાણી આવી રહ્યું છે તે ACનું છે, ન કે આપણાં ઠાકુરજીના ચરણોમાંથી આવી રહ્યું છે. તે લોકોને સાવધાન પણ કરે છે. તમે જે અત્યારે વીડિયો જોયો તેને X પ્લેટફોર્મ પર @BroominsKaBaap નામના અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘ગંભીર શિક્ષણની જરૂરિયાત છે. લોકો ACનું પાણી પીય રહ્યા છે, એમ વિચારીને કે આ ભગવાનના ચારણોનું ચરણામૃત છે.
અત્યાર સુધી વીડિયોને 3.8 મિલિયન લોકોએ જોયો છે. વીડિયોને જોયને એક યુઝરે લખ્યું કે, ‘હવે ચરણામૃત પીયને બધા ભક્ત અમર થઈ ગયા. અન્ય એક યુઝરે લખ્યું કે, ઓછામાં ઓછું મંદિર ટ્રસ્ટ લોકોને સાવધાન કરતી એક નોટિસ લગાવી શકતું હતું.