પ્રાંતિજ ના ગેડ ખાતે ગીરવે મુકેલ જમીન છોડાવવાવાની વાત કરે છે તેમ કહી ને મારમાર્યો
– મા-બહેન સામે ગાળો બોલી લાકડી વડે માર માર્યો
– જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ગેડ ખાતે ગીરવે મુકેલ જમીન છોડાવવા ની વાત કરે છે તેમ કહી મા-બહેન સામે ગાળો-બોલી લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમા ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ તાલુકાના ગેડ ખાતે રહેતા તારણસિંહ નાથુસિંહ રાઠોડ પોતાની માતા સાથે ધરે બેઠેલ હતા અને તેમની ગીરવે મુકેલ જમીન છોડાવવા બાબતની વાત કરતા હતા તે વખતે જગતસિંહ રૂપસિંહ રાઠોડ આવી તારણસિંહ ને કહેવા લાગેલ કે તુ કેમ જમીન ગીરવે મુકેલ છે તે છોડાવવાની વાત કરે છે તેમ કહી એકદમ ઉશ્કેરાઈ તારણસિંહ ને ગળદાપાટુ નો માર મારવા લાગેલ અને તે વખતે જગતસિંહ નુ ઉપરાડુ લઈ કનુસિંહ રૂપસિંહ રાઠોડ તથા મણીબા રૂપસિંહ રાઠોડ આવી જઇ તુ કઇ જમીન ની વાત કરે છે તેમ કહી મા-બહેન સામી ગાળો-બોલી આરોપી કનુસિંહ એ તેના હાથમા ની લાકડી તારણસિંહ ને જમણા હાથે તથા ડાબીબાજુ કપાળ ના ભાગે મારતા હોય જે તારણસિંહ પોતાનો બચાવ કરવાજતા જગતસિંહ ના હાથમા રહેલ લાકડી તારણસિંહ ના માથાના ભાગે વાગી જતા તારણસિંહ ને ઇજાઓ કરી તેમજ ગીતાબેન ને ધક્કો મારી નીચે પાડી દઇ આજ પછી જમીન ગીરવે મુકેલ છે તેને છોડાવવાની વાત કરીશ તો તને જીવતો છોડીશ નહી તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજા ની મદદત ગીરી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા તારણસિંહ નાથુસિંહ રાઠોડ રહે. ગેડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે જગતસિંહ રૂપસિંહ રાઠોડ , કનુસિંહ રૂપસિંહ રાઠોડ , મણીબા રૂપસિંહ રાઠોડ તમામે-તમામ રહે.ગેડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૫(૨),૧૧૮(૧), ૩૫૨,૩૫૧(૩), ૪૫ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ પુંજાભાઇ મહાદેવ ભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ