પ્રાંતિજ ના ગેડ ની સગીરા ની આબરૂ લેવાના ઈરાદે હાથ પકડી જાતિય સતામણી કરતા ત્રણ વિરૂધ્ધ ફરિયાદ
– દિકરી ના પિતા દ્રારા પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે પોકસો એકટ વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ગેડ ખાતે રહેતી સગીરાનો પીછો કરી આબરૂ લેવાના ઈરાદે તેનો હાથ પકડી જાતિય સતામણી કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ત્રણ ઇસમો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ તાલુકાના ગેડ ખાતે રહેતી સગીરા ની ઉ.વર્ષ ૧૪ વર્ષ-૫ માસ ૫ દિવસ ની સગીર વયની હોવાનુ જાણતા હોવાછતાંય અશ્વિનસિંહ , અનુરાજસિંહ , દેવરાજસિંહ ત્રણેય જણા તેનો પીછો કરી ગંદા ઇશારા કરી અશ્વિનસિંહ દિનુસિંહ રાઠોડ એ સગીરા ની આબરૂ લેવાના ઇરાદે સગીરાનો હાથ પકડી ખેચી ત્રણેય જણા દ્રારા જાતીય સતામત કરી એકબીજા ની મદદત કરી ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સગીરા ના પિતા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે અશ્વિનસિંહ દિનુસિંહ રાઠોડ , અનુરાજસિંહ રગુસિંહ રાઠોડ બંન્ને રહે ગેડ તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા તથા દેવરાજસિંહ પ્રવિણસિંહ રાઠોડ રહે.ખડાત તા.માણસા જિ.ગાંધીનગર વિરૂધ્ધ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૭૪,૭૫(૧)(૧),૭૮(૨) , ૫૪ તથા પોસ્કો એક્ટ કલમ-૧૧(૪),૧૨,૧૭ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.દેસાઈ દ્રારા હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ