fbpx

CM સાહેબના સમોસા ખાય ગયો સ્ટાફ, 5 પોલીસકર્મીઓને નોટિસ, આ રાજ્યનો મામલો

Spread the love

ભારતમાં સમોસાનો ક્રેઝ અલગ જ સ્તર પર છે. હૉટલથી લઈને રસ્તાના કિનારે લોકો સમોસા ખાતા જોવા મળી જશે, પરંતુ શું તમે વિચાર્યું છે કે સમોસા આખા પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ કરી શકે છે? કંઈક એવું જ થયું છે કોંગ્રેસ શાસિત રાજ્ય હિમાચલ પ્રદેશમાં. આ દિવસોમાં હિમાચલની રાજનીતિમાં સમોસા છવાયા છે. સમોસાના કારણે 5 પોલીસકર્મીઓને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે.

એટલું જ નહીં તેમની સામે સખત અનુશાસનાત્મક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. રાજ્યની CID તેની તપાસ કરી રહી છે. ગત 21 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ સાયબર વિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવા CID હેડક્વાર્ટર ગયા હતા. અહીં મુખ્યમંત્રી માટે લાવવામાં આવેલા કેસ અને સમોસા તેમના સ્ટાફમાં વહેંચી દેવામાં આવ્યા હતા. તેની તપાસ CIDએ કરી. તપાસમાં જાણવા મળ્યું કે માત્ર SIને જ ખબર હતી કે આ બોક્સ ખાસ કરીને મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ માટે હતા.

તપાસમાં જાણવા મળ્યું કે જ્યારે આ ડબ્બા મહિલા ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવ્યા તો તેમણે કોઈ વરિષ્ઠ અધિકારી પાસેથી પુષ્ટિ ન કરી અને તેમને નાસ્તા માટે જવાબદાર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (MT) સેક્શનમાં મોકલી દીધા. આ ભૂલના કારણે આ બૉક્સ તેના ઉચિત વ્યક્તિ સુધી પહોંચે તે અગાઉ જ આમ-તેમ થઇ ગયા. તપાસ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે ઉપરોક્ત 3 બોક્સમાં રાખવામાં આવેલા સામાનને IGની ઓફિસમાં બેઠા 10-12 લોકોને ચા સાથે પીરસી દેવામાં આવ્યો હતો.

તથાકથિત 3 બોક્સ જે હૉટલમાંથી લાવવામાં આવ્યા હતા, તેમાં ઉપસ્થિત ખાવાની વસ્તુ મુખ્યમંત્રી માટે હતી. આ વાતની જાણકારી માત્ર SIને જ હતી. એ છતા ઉપરોક્ત ત્રણેય બોક્સ કોઈ ઉચ્ચ અધિકારીને પૂછ્યા વિના ઇન્સ્પેક્ટર દ્વારા MT વિભાગને સોંપી દેવામાં આવ્યા. બોક્સ ખોલવામાં આવ્યા અને તેમાં રહેલો સામાન વહેંચી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!