fbpx

આ રાજ્યમાં પુરુષ ટેલર નહીં લઈ શકે મહિલાઓના કપડાનું માપ,ન જિમમાં ટ્રેનિંગ આપી શકે

Spread the love

ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગ દ્વારા મહિલાઓને ‘બેડ ટચ’થી બચાવવા માટે પુરુષોના ખરાબ ઈરાદાને રોકવા માટે એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. એ મુજબ, પુરૂષોએ મહિલાઓના કપડાં ન સિવવા જોઈએ અને ન તો તેમના વાળ કાપવા જોઈએ. આ પ્રસ્તાવને રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે રાખ્યો છે, બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 28 ઓક્ટોબરે થયેલી મહિલા આયોગની બેઠક બાદ ઘણા એવા સૂચનો આપવામાં આવ્યા, જેમાં પુરૂષોએ મહિલાઓને માપ લેવાની મંજૂરી ન આપવી અને શૉપ પર CCTV કેમેરા લગાવવા વગેરે સામેલ છે.

અત્યારે તે એક માત્ર પ્રસ્તાવ છે, બાદમાં મહિલા આયોગ રાજ્ય સરકારને આ સંબંધમાં કાયદો બનાવવાનો અનુરોધ કરશે. મહિલા આયોગના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી જિલ્લા પ્રશાસનની હશે. આ બાબત ઉત્તર પ્રદેશ મહિલા આયોગના સભ્ય હિમાની અગ્રવાલે શુક્રવારે ન્યૂઝ એજન્સીને બતાવી હતી. હાલમાં જ થયેલી મહિલા આયોગની બેઠકમાં એક પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો કે માત્ર મહિલા ટેલર જ મહિલાઓ દ્વારા પહેરાતા કપડાઓના માપ લે. સાથે જ શૉપ પર CCTV લગાવવામાં આવે.

હિમાની અગ્રવાલે કહ્યું કે અમે એમ પણ કહ્યું છે કે સલૂનમાં માત્ર મહિલા વાળંદ જ મહિલા ગ્રાહકોની દેખરેખ કરે. કેમ કે અમારું માનવું છે કે આ પ્રકારના વ્યવસાયમાં સામેલ પુરુષોના કારણે મહિલાઓ સાથે છેડછાડ થાય છે. તેઓ (પુરુષ) ખરાબ વ્યવહાર કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક પુરુષોની મંશા પણ સારી હોતી નથી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે એવું નથી કે બધા પુરુષોની મંશા ખરાબ હોય છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ બબીતા ચૌહાણે કહ્યું કે, જે જિમમાં મહિલાઓ જાય છે, એ જિમોમાં મહિલા ટ્રેનર હોવી જોઈએ.

બધા જિમ ટ્રેનરોનું પોલીસ વેરિફિકેશન કરવું જોઈએ. જે મહિલા કોઈ પુરુષ ટ્રેનરથી ટ્રેનિંગ લેવા માગે તો તેણે લેખિત આપવું પડશે કેમ કે મહિલા આયોગને સતત જિમ જનારી મહિલાઓ અને છોકરીઓના શોષણની ફરિયાદ મળી રહી છે. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જે ટેલર શૉપમાં મહિલાઓના કપડાં સીવે છે, ત્યાં માપ લેવા માટે મહિલા ટ્રેલર હોય એ સુનિશ્ચિત કરવામાં આવે. એટલું જ નહીં, જે સ્કૂલ બસોમાં છોકરીઓ જતી હોય, તેમાં મહિલા કર્મચારી હોય. હાલમાં મહિલા આયોગે બધા જિલ્લાઓને આ સંબંધમાં આદેશ આપ્યા છે. જે નહીં માનશે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!