fbpx

Swiggyના IPOને ન મળ્યો રિસ્પોન્સ, રોકાણકારોને પસંદ ન આવવાના 3 કારણ

Spread the love

Swiggyના IPOને સારો રિસ્પોન્સ મળ્યો નથી. અંતિમ દિવસ સુધી Swiggyના IPOને 3.58 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. તો રિટેલ રોકાણકારોએ આ IPOને 1.10 ગણો સબ્સ્ક્રાઇબ કર્યો છે, જ્યારે QIBએ 6.02 ગણો અને હાઇ નેટવર્થવાળા રોકાણકારોએ આ IPOને 40 ટકા સબ્સ્ક્રાઇબ કર્યો છે. કુલ મળીને Swiggyના IPOને રોકાણકારો દ્વારા એટલો સારો રિસ્પોન્સ મળ્યો નથી, જેટલી આશા હતી. તેની પાછળ ઘણા કરણ છે, પરંતુ અમે તમને 3 મુખ્ય કારણ બતાવી રહ્યા છીએ.

Swiggyનો IPO 6 નવેમ્બરે ખૂલ્યો હતો અને 8 નવેમ્બરે બંધ થઈ ગયો હતો. જેની કુલ સાઇઝ 11,327.43 કરોડ રૂપિયા છે. ફ્રેશ ઇશ્યૂના માધ્યમથી 11.54 કરોડ શેર વેચવામાં આવ્યા છે. તો ઓફર ફોર સેલના માધ્યમથી 17.51 કરોડ શેર રાખવામાં આવ્યા હતા. તેના શેરોનું અલોટમેન્ટ 11 નવેમ્બરે થશે અને Swiggyના શેરોની લિસ્ટિંગ BSE અને NSE પર 13 નવેમ્બરે થશે. Swiggyના IPOના પ્રાઇઝ બેન્ડની વાત કરીએ તો તે 371 થી 390 રૂપિયા પ્રતિ શેર સુધી નક્કી કરવામાં આવ્યા છે.

Swiggyના IPOના એક લોટમાં 38 શેર રાખવામાં આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા રિટેલ ઇન્વેસ્ટર્સને 14,820નું રોકાણ કરવું પડશે. Swiggyના કર્મચારીઓ માટે 7,50,000 શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે અને તેમને દરેક શેર પર 25 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. Swiggyના IPOના GMP એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો તે માત્ર 1 રૂપિયા પ્રતિ શેર છે, જે આગલા દિવસે 2 રૂપિયા હતું. એટલે કે GMP ફ્લેટ લિસ્ટિંગના સંકેત આપી રહ્યા છે.

રોકાણકારોને કેમ પસંદ ન આવ્યો Swiggyના IPO?

કંપની પર દેવું વધારે છે, જેનાથી ગ્રોથને લઈને રોકાણકારો ઉત્સાહિત નથી.

Swiggy કંપની અત્યાર સુધી નફાનો સ્વાદ ચાખી શકી નથી. કંપની સતત નુકસાનમાં ચાલી રહી છે. જો કે,  વન ટાઈમ ગેનના કારણે ગત દિવસોમાં કંપની એક વખત નફામાં આવી હતી.

Swiggyની તુલનામાં Zomatoનો બિઝનેસ મોટો છે અને કંપની સતત પ્રોફિટ બનાવી રહી છે. Blinkit ખરીદ્યા બાદ Zonatoના બિઝનેસમાં તેજીથી સુધાર થયો છે.

Zomatoનો IPO 14 જુલાઇ 2021ના રોજ આવ્યો હતો અને 16 જુલાઇ 2021ના રોજ ક્લોઝ થયો હતો. તેના શેરોની લિસ્ટિંગ 23 જુલાઇ 2021ના રોજ થઈ હતી. IPO દરમિયાન IPOની પ્રાઇઝ બેન્ડ 76 રૂપિયા હતી અને લિસ્ટિંગ 116 રૂપિયા પર થઈ હતી. તો રોકાણકારોએ આ IPO ભારે સબ્સ્ક્રાઇબ કર્યો હતો. એ કુલ 38.25 ગણો ભરાયો હતો, જેમાં રિટેલ ઇન્વેસ્ટર્સે 7.45 ગણો, QIBએ 51.79 ગણો અને HNIએ 32.96 ગણો સબ્સ્ક્રાઇબ કર્યો હતો.

error: Content is protected !!