સુરતના સિટીલાઇટ રોડ પર આવેલા શિવપૂજા શોપીગ સેન્ટરના ત્રીજા માળે જીમમાં આગની ઘટનામાં પ્રોપર્ટી બિલ્ડર અનિલ રૂંગટાના નામે હોવા છતા પોલીસ જૂના માલિકને શોધી રહી છે. એવી ચર્ચા છે કે રૂંગટાને બચાવવા માટે ભાજપ નેતાઓ મેદાનમાં ઉતરી ગયા છે.
દિવ્ય ભાસ્કરના અહેવાલાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે, ભાજપ નેતાના ઇશારે પોલીસ તપાસ કરી રહી છે. FIRમાં સંચાલક અને કબ્જેદાર તરીકે જીમ-સ્પાના માલિક બતાવીને બિલ્ડર રૂંગટાને બચાવવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. આ કેસની તપાસ કરી રહેલા DCP વિજયસિંહ ગૂર્જરે કહ્યું કે, જીમની પ્રોપર્ટી અનિલ રૂંગટાને નામે છે અને પોલીસ આગામી દિવસોમાં રૂંગટાની પણ પુછપરછ કરશે.
સવાલ એ છે કે રાજકોટની ઘટના પછી ફાયગ વિભાગે ગેમ ઝોન સહિતના અનેક લોકોના ધંધા બંધ કરાવી દીધા હતા તો આ જીમ અને સ્પા ફાયર વિભાગને કેમ દેખાયું નહીં?