fbpx

પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ છે, તો PM શાહબાઝે ટ્રમ્પને કેવી રીતે અભિનંદન આપ્યા?

Spread the love

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા સાઇટ X (અગાઉ ટ્વિટર) પર ડોનાલ્ડ ટ્રમ્પને US ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમના અભિનંદન બાદ ચર્ચા શરૂ થઈ કે, પાકિસ્તાનમાં X પર પ્રતિબંધ છે, તો પછી PMએ કેવી રીતે આપી અભિનંદન? જેમાં લખ્યું હતું કે VPNનો ઉપયોગ કરતી વખતે PMએ Xનો ઉપયોગ કર્યો છે, જે પાકિસ્તાનના કાયદાનું ઉલ્લંઘન છે. PM શરીફે ટ્વિટર પર લખ્યું, ‘હું પાકિસ્તાન-US ભાગીદારીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે આવનારા વહીવટીતંત્ર સાથે નજીકથી કામ કરવા માટે આતુર છું.’

આ વર્ષની શરૂઆતમાં, પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લા તરારે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. તરારએ દાવો કર્યો હતો કે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સાથે સંકળાયેલા આતંકવાદીઓ તેમની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ ફેલાવવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર શેહબાઝ શરીફ સરકારની ખૂબ જ ટીકા થઈ રહી છે.

એલોન મસ્કને ટેગ કરતાં એક યુઝરે લખ્યું, ‘મિસ્ટર ટ્રમ્પ, આ જોકર તમને અભિનંદન આપવા માટે VPNનો ઉપયોગ કરી રહ્યો છે. જો કે, પાકિસ્તાનમાં તમારા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો દંભનો માનવ ચહેરો હોત, તો તે PM શેહબાઝ શરીફ હોત.’

આ દરમિયાન, ગુરુવારે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, પાકિસ્તાન અને અમેરિકા ‘જૂના મિત્રો અને ભાગીદારો’ છે, પરંતુ તેમણે એ વાત ભારપૂર્વક જણાવી હતી કે, ટ્રમ્પના બીજા કાર્યકાળથી ઇસ્લામાબાદના ચીન સાથેના સંબંધો પર કોઈ અસર પડશે નહીં. એક સમાચાર એજન્સીએ તેના અહેવાલમાં બલોચનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ‘અમેરિકા સાથેના અમારા સંબંધો દાયકાઓ પહેલાના છે અને અમે તમામ ક્ષેત્રોમાં પાકિસ્તાન-US સંબંધોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે આતુર છીએ.’

જ્યારે તેમને પાકિસ્તાન-ચીન સંબંધો પર US પ્રમુખ તરીકે ટ્રમ્પના બીજા કાર્યકાળની અસર વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે, બેઇજિંગ સાથે ઇસ્લામાબાદના સંબંધો દેશની વિદેશ નીતિમાં સદાબહાર, વ્યૂહાત્મક અને સ્થિરતાવાળી તાકાત છે.

તેમણે કહ્યું, ‘આ સંબંધ વિશ્વભરમાં બનતી ઘટનાઓથી અપ્રભાવિત રહ્યો છે, તેથી, અમારે એ સંભાવનાને ધ્યાનમાં લેવાની પણ જરૂર નથી કે, આ સંબંધ અન્ય કોઈપણ દેશમાં કોઈપણ સ્થાનિક ઘટનાથી પ્રભાવિત થશે.’

error: Content is protected !!