fbpx

શું એમ કરવું રિન્કુ સિંહ સાથે અન્યાય? આકાશ ચોપરાએ પૂછ્યો તીખો સવાલ

Spread the love

દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 મેચમ બેટ્સમેન રિંકુ સિંહ કંઇ ખાસ કમાલ ન કરી શક્યો. તેણે છઠ્ઠા નંબર પર ઉતર્યા બાદ ડરબનના મેદાન પર 10 બૉલમાં 2 ચોગ્ગાની મદદથી માત્ર 11 રન બનાવ્યા. રિંકુને 16મી ઓવરમાં સંજુ સેમસન (50 બૉલમાં 107)ના આઉટ થયા બાદ બેટિંગની તક મળી. તે 19મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો. જો કે, ભારતે સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા અને 61 રનથી શાનદાર જીત હાંસલ કરી. શાનદાર કમેન્ટેટર આકાશ ચોપરાએ 27 વર્ષીય રિંકુને લઈને ભારતીય ટીમ મેનેજમેન્ટને તીખો સવાલ પૂછ્યો છે.

આકાશ ચોપરાને લાગે છે કે રિંકુ સિંહને 6 નંબર પર મોકલાવો, એ તેની સાથે અન્યાય છે. ઉલ્લેખનીય છે કે રિંકુએ 27 T20 ઇન્ટરનેશનલ મેચોમાં 54.44ની એવરેજથી 490 રન બનાવ્યા છે. તેણે મોટા ભાગના અવસરો પર 5-6 નંબર પર બેટિંગ કરી છે. તે માત્ર 2 વખત નંબર 4 પર બેટિંગ કરવા ઉતર્યો છે. આકાશે શનિવારે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, શું આપણે રિંકુ સાથે યોગ્ય કરી રહ્યા છીએ? હું આ સવાલ કેમ પૂછી રહ્યો છું. પહેલા તમે તેને ટીમમાં રાખો છો. જ્યારે જ્યારે તેને ઉપર મોકલવામાં આવ્યો છે કે તેની બેટિંગ પાવરપ્લેમાં આવી છે. તેણે દરેક વખતે રન બનાવ્યા છે.

તે ક્રાઇસીસ મેન તરીકે નીકળીને આવ્યો છે. તેણે સારી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે, જ્યારે અવસર આવ્યો (ડરબન T20 મેચ) તો તમે નંબર-4 પર કેમ નથી મોકલતા? એવું શું છે કે તમે રિંકુને નીચે જ મોકલો છો. હંમેશાં 6 નંબર પર જ મોકલો છો. હું આ સવાલ માત્ર એટલે પૂછું છું કેમ કે રિંકુ ફિનિશ કરી શકે છે, પરંતુ તે માત્ર ફિનિશર નથી. એ મારું મંતવ્ય છે. મને લાગે છે કે તેની પાસે એ રમત છે જે ગેમને ચલાવવાનું જાણે છે. તે સિક્સ મારી રહ્યો છે. પરંતુ તે માત્ર બૉલની મસલ નથી કરતો. તે આન્દ્રે રસેલ અને હાર્દિક પંડ્યા નથી. તે ટાયમિંગથી રન બનાવવાનો પ્રયાસ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, મને પર્સનલી લાગે છે કે ડરબનમાં તક હતી. અહી તેને ચોથા નંબરે ઉતારી શકાતો હતો. તેને આખી સીરિઝમાં નંબર 4 પર રમાડી શકાય છે. તિલક વર્માને નીચે ઉતારી દો કેમ કે કોઇકે તો છ નંબર પર જવાનું છે. હું એમ કહી રહ્યો નથી કે તે સરળ કામ છે. રિંકુ તમારો ઓરિજિનલ ચોઈસ પ્લેયર છે તો તમે તેને ચાર નંબર પર રાખો. તિલકને પાંચ કે છ પર મોકલી દો. હાર્દિકને નીચે કરી દો, પરંતુ મને લાગે છે કે કદાચ રિંકુ સાથે ઠીક થઈ રહ્યું નથી. રિંકુને જેટલી તક મળી, જ્યાં પણ મળી, આપણે તેને એટલી તક આપી રહ્યા નથી.

Leave a Reply

error: Content is protected !!