fbpx

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમને લઈને હોબાળો, ICCએ આપી ખરાબ રેટિંગ

Spread the love

તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. 24 વર્ષ બાદ ભારતીય ટીમ પોતાના ઘર આંગણે ક્લીન સ્વીપ થઇ. આ અગાઉ તેને વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામેની નિરાશાજનક હાર બાદ પીચ પર પણ સવાલ ઉઠ્યા હતા. હરભજન સહિત કેટલાક દિગ્ગજોએ ભારતીય ટીમની હારનો ઠીકરો પીચ પર ફોડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરમાં રમાયેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચ જ માત્ર 5 દિવસ સુધી રમાઈ હતી અને એ પણ વરસાદના કારણે, જ્યારે પૂણે અને વાનખેડે ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ ન્યૂઝીલેન્ડે જીતી લીધી હતી.  ICCએ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં ઉપયોગ કરવામાં આવેલી પીચોની રેટિંગ જાહેર કરી છે. ICCએ બાંગ્લાદેશ વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની પીચને ‘ખૂબ સારી’ માની છે. જ્યારે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમની આઉટફિલ્ડને ICC મેચ રેફરી જેફ ક્રોએ અસંતોષકારક રેટિંગ આપી છે.

જો કે, કાનપુરની પીચને ક્રોએ સંતોષકારક રેટિંગ આપી છે. ગ્રીન પાર્ક સ્ટેડિયમની ખરાબ વૉટર લીકેજ પ્રણાલીના કારણે બાંગ્લાદેશ વિરુદ્ધ કુલ મળીને દિવસની રમત થઈ શકી હતી. જો કે, ભારતીય ટીમ એ મેચ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉપાયોગ કરવામાં આવેલા બધા ટેસ્ટ વેન્યૂ- બેંગ્લોરના ચેન્નાસ્વામી સ્ટેડિયમ, પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમને ICC મેચ રેફરીએ ‘સંતોષકારક’ રેટિંગ મળી છે.

બાંગ્લાદેશ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ મેચો માટે ઉપાયોગ કરવામાં આવેલી ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદની મોટા સ્કોરવાળી પીચોને ખૂબ સારી રેટિંગ મળી, કેમ કે તે T20 ફોર્મેટની આવશ્યકતાઓને અનુરૂપ હતી. જો કે, ભારતીય ટીમ મેનેજમેન્ટ, BCCI અને સ્થાનિક ક્યૂરેટર એ જાણીને વધારે ખુશ નહીં થાય કે ઓસ્ટ્રેલિયન પૂર્વ ઓપનર ડેવિડ બુને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉપાયોગ કરવામાં આવેલી કોઈ પણ ટેસ્ટ મેચની પીચને સંતોષકરકથી સારી રેટિંગ ન આપી.

ચેન્નાસ્વામી સ્ટેડિયમની પીચમાં વધુ ભેજ હતી, જેના કારણે ભારત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 46 રનો પર ઓલ આઉટ થઈ ગઈ, જ્યારે પૂણે અને મુંબઈ બંને જ વિકેટ પૂરી રીતે સ્પિનને અનુકૂળ હતી, જે સારી ટેસ્ટ વિકેટ માટે નિર્ધારિત માપદંડોનું સખ્તાઈથી પાલન કરતી નથી, પરંતુ બને ટીમો ખેલાડીઓના સારા વ્યક્તિગત બેટિંગ પ્રદર્શનના કારણે બંને વિકેટને સંતોષકારક’ રેટિંગ મળી.

Leave a Reply

error: Content is protected !!