fbpx

‘શું તમે રાજકારણમાં આવશો કે રાજ્યસભામાં જશો?’, જાણો CJI ચંદ્રચુડે શું આપ્યો જવાબ

Spread the love

CJI પદ પરથી નિવૃત્તિની વચ્ચે, DY ચંદ્રચુડે તેમની ભાવિ યોજનાઓ જાહેર કરી. તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ભવિષ્યમાં રાજકારણમાં આવશે કે રાજ્યસભામાં જશે? આ અંગે તેમણે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ હંમેશા તેમના કામમાં ન્યાયતંત્રની ગરિમાને પ્રાથમિકતા આપશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ધનંજય Y. ચંદ્રચુડે નિવૃત્તિ પછી પોતાની ભાવિ યોજનાઓ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ નિવૃત્તિ પછી શું કરશે. CJIએ કહ્યું કે, જ્યારે તમે જજ છો તો તેના પર તમારી એક ઈમેજ બની જતી હોય છે. તમે લોકોની નજરમાં હંમેશા એક ન્યાયાધીશ જ રહેશો. તેમણે કહ્યું કે, નિવૃત્તિ પછી તેઓ જે પણ કરશે તે સમજી વિચારીને કરશે. એક સમાચાર પત્રના સૂત્રો સાથેની ખાસ વાતચીતમાં તેમણે તેમની ભાવિ યોજનાઓનો ઉલ્લેખ કર્યો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાજકારણમાં આવશે? શું તેઓ રાજ્યસભામાં જશે? જાણો તેમણે શું જવાબ આપ્યો.

જ્યારે CJI ચંદ્રચુડને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાજ્યસભામાં જશે? તેના પર તેમણે કહ્યું કે, હું રાજ્યસભાના પ્રશ્નનો જવાબ નહીં આપીશ, કારણ કે તેનો અર્થ એ થશે કે હું મારા અગાઉના CJI પર ટિપ્પણી કરી રહ્યો છું. મારા મનમાં તેમના માટે ઘણું સન્માન છે. જો હું રાજ્યસભામાં જવાના પ્રશ્ન પર પ્રતિક્રિયા આપું છું, તો એક રીતે હું તેમના વિશે મારા વિચારો વ્યક્ત કરી રહ્યો છું.

CJI ચંદ્રચુડે કહ્યું કે સમાજને ન્યાયાધીશો પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. લોકો ન્યાયાધીશો પાસેથી એવી અપેક્ષા રાખતા નથી, જેટલી તેઓ સામાન્ય લોકો પાસેથી અપેક્ષા રાખે છે. DY ચંદ્રચુડે કહ્યું કે, સામાન્ય લોકો તેમની પાસેથી શું અપેક્ષા રાખે છે, તે તેઓ ધ્યાનમાં રાખશે. તેમણે કહ્યું કે, તેમના પિતા પણ ભારતના મુખ્ય ન્યાયાધીશ હતા. નિવૃત્તિ પછી પણ લોકો તેમને સન્માનની નજરે જોતા હતા. CJI ચંદ્રચુડે કહ્યું કે, તેઓ તેમની ગરિમાનું પણ ધ્યાન રાખશે. નિવૃત્તિ પછી જે પણ કરશે તે સમજી વિચારીને કરશે.

જો કે, DY ચંદ્રચુડે વધુમાં જણાવ્યું હતું કે, નિવૃત્તિ પછી તેઓ શું કરશે તે અંગે તેમણે હજુ સુધી નિર્ણય લીધો નથી. પરંતુ તેમણે ચોક્કસપણે કહ્યું કે, તેઓ તેની ગરિમા અને જજની છબીનું ધ્યાન રાખશે. હું લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતરી શકીશ કે કેમ, તે અંગે હું ખૂબ જ કાળજીપૂર્વક વિચારીશ. વ્યવહારના અમુક ધોરણો હોય છે, જેની લોકો ન્યાયાધીશો પાસેથી અપેક્ષા રાખે છે, જે તેઓ સમાજના અન્ય કોઈ વ્યક્તિ પાસેથી અપેક્ષા રાખતા નથી. પ્રામાણિકપણે કહું તો, આ જ બે માપદંડો છે, જે મેં મારા માટે સેટ કર્યા છે.

error: Content is protected !!