અમદાવાદમાં કોલ્ડપ્લે તેના કરિયરનો સૌથી મોટો કોન્સર્ટ કરશે, જાણો ટિકિટના ભાવ

Spread the love

જેની પાછળ આખી દુનિયા પાગલ છે એ કોલ્ડપ્લે કોન્સર્ટ 25 જાન્યુઆરી 2025ના દિવસે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં થવાનો છે. મુંબઇમાં 18, 19 અને 21 જાન્યુઆરી 3 કાર્યક્રમ થવાના છે અને તેમાં લાખો લોકો ટિકિટથી વંચિત રહી જતા હવે ચોથો કોન્સર્ટ અમદાવાદમાં રાખવામાં આવ્યો છે.

જ્યારે મુબંઇમાં કોન્સર્ટની જાહેરાત થયેલી ત્યારે તેની ટિકિટો બુકીંગ પહેલાં જ વેચાઇ ગઇ હતી અને વેબસાઇટ ક્રેશ થઇ ગઇ હતી. લાખો રૂપિયામાં કોલ્ડપ્લેની ટિકીટો વેચાઇ હોવાના અહેવાલો હતા.

અમદાવાદમાં એક નિયમ રાખવામાં આવ્યો છે કે કોઇ પણ વ્યકિતને 4થી વધારે ટિકીટ મળશે નહી. ટિકીટ 16 નવેમ્બર બુક માય શો પર ઓનલાઇન ઓપન થશે. ટિકિટ 2500 રૂપિયાથી માંડીને 12,500 રૂપિયા સુધીની છે.

error: Content is protected !!