દુબઇમાં રહેતા જૈન પરિવારના બે ભાઇ-બહેન કેમ ચર્ચામાં છે

Spread the love

દુબઇમાં રહેતા જૈન પરિવારને 2 ભાઇ બહેન આમ તો ઘણો સમયથી ચર્ચામાં છે, પરંતુ રિલાયન્સ સાથેની એક વાતને કારણે તેઓ વધારે ચર્ચામાં આવ્યા છે. દુબઇમાં મુળ ભારતનો 13 વર્ષનો જૈનમ અને 10 વર્ષની જીવિકા રહે છે. આ બંને બાળકો એટલા માટે ચર્ચામા છે કે તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને જિયોહોટસ્ટારનું ડોમેઇન મફતમાં આપવાની જાહેરાત કરી છે.

જૈનમે કહ્યું કે, અમે સેવાના આશયથી આ ડોમેન દિલ્હીના એક એપ ડેવલપર્સ પાસેથી ખરીદ્યું હતું. હવે રિલાયન્સને મફતમાં આપવા માંગીએ છીએ. અમારો ઇરાદો અંબાણી પરિવારને મળવાનો નથી કે કોઇ માર્કેટીંગ સ્ટ્રેટેજી પણ નથી. આ બંને બાળકો ભણવાની સાથે સાથે મોટા પાયે સેવાના કામ પણ કરે છે અને પોતે જાતે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

error: Content is protected !!