fbpx

17 નવેમ્બરે નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું અડાજણમાં ઉદઘાટન

Spread the love

સુરતના અડાજણ ખાતે 120 પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન રાખવામાં આવેલ છે. આ હોસ્પિટલ વિષે માહિતી આપતા ચેરમેન ડો. નિર્મલ ચોરારીયાએ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લગભગ 42 વર્ષ પહેલા 15-5-1983ના રોજ 9 બેડથી શરુઆત કરનાર નિર્મલ હોસ્પિટલ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રીંગરોડ ખાતે 120 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતની જનતાને નવલું નજરાણું છે. નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન સુરતના એલ. પી. સવાણી રોડ ખાતે રવિવાર તા. 17/11/2024ના રોજ સી. આર. પાટીલના વરદ હસ્તે કરાશે. નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે. વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટીબધ્ધ છે.

આ હોસ્પિટલમાં 120 બેડની સુવિધાઓ સાથે 4 અતિઆધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પીટલમા હૃદય વિભાગમાં કેથ લેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બિમારીની સારવાર આપી શકાશે તથા હૃદયને લગતા ઓપેરેશનો કરવામાં આવશે. આ ઉપરાંત હાડકાં વિભાગ અને સાંધા બદલવાની સર્જરી, પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની વિભાગ અને તેના લગતા ઓપરેશનો, લેપરોસ્કોપીક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટીવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝીઓથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

તે ઉપરાંત 1.5 ટેસલા એમઆરઆઈ, 128 સલાઇસ સીટી સ્કેન, મેમોગ્રાફી, ડીજીટલ એક્ષ-રે, સોનોગ્રાફી, ટીએમટી એકોકાર્ડિઓગ્રાફી તેમજ 24 કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મુખ્ય મહેમાન ભારત સરકારના જલ મંત્રી સી. આર. પાટીલ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ મુકેશ દલાલ, રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા તથા સુરત શહેરના સર્વે ધારાસભ્યો તથા પદ્મશ્રી એવાર્ડ શ્રી પુરસ્કૃત શહેરના મહાનુભાવો, તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ હાજર રહેશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. નિર્મલ ચોરારીયા, વિનોદ ચોરારીયા, ડૉ. કુશલ ચોસરિયા, સૌમ્ય ચોરસરીયા, ડૉ પ્રદીપ પેઠે, ડૉ.વિજય શાહ, તથા જતિન જોશી હાજર રહ્યા હતા.

Leave a Reply

error: Content is protected !!