fbpx

CAITએ દેશના 3 કરોડ રિટેલર્સનો ધંધો બચાવવા વ્હાઇટ પેપર જાહેર કર્યુ

Spread the love

રિટેલર્સના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે 3 કરોડ રિટેલર્સનો ધંધો બચાવવા માટે એક વ્હાઇટ પેપર જારી કર્યું છે. દેશમાં ક્વીક કોમર્સ પ્લેટફોર્મનો ઝડથી પ્રસાર થઇ રહ્યો છે તે વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

CAITએ વ્હાઇટ પેપરમાં બ્લિન્કીંટ, ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો, સ્વિગી જેવા ક્વીક કોમર્સ પ્લેટફોર્મની કાર્ય પ્રણાલી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને ભાજપના ચાંદની ચોકના સાંસદ પ્રવિણ ખંડેલવાલે કહ્યું કે, આવા ક્વીક કોમર્સ પ્લેટફોર્મને કારણે દેશના 3 કરોડ કરિયણા સ્ટોર્સને ટકવું લગભગ અસંભવ થઇ ગયું છે. આ પ્લેટફોર્મ રિટેલ વેપારીઓને બજારમાંથી બહાર કાઢી મુકવાનું કામ કરે છે. ખંડેલવાલે કહ્યું કે, આનાથી ભારતના રિટેલ અર્થતંત્રનો પાયો નબળો થઇ રહ્યો છે.

error: Content is protected !!