fbpx

અમેરિકાના વિદેશ મંત્રીનું નામ જાહેર થતા ચીનના પેટમાં કેમ તેલ રેડાયું?

Spread the love

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી 2025ના દિવસે અમેરિકાના સત્તાવાર રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે. પરંતુ તેમણે પોતાની ટીમ તૈયાર કરવા માંડી છે.નવી ટીમની જાહેરાત પછી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ટ્રમ્પની નવી કેબિનેટમાં એવા લોકોને સ્થાન મળ્યું છે જેઓ હમેંશા ચીનનો વિરોધ કરતા આવ્યા છે. કેટલાંક તો ચીનના કમ્યુનિસ્ટ શાસકોની સરખામણી નાઝીઓ સાથે કરી ચૂક્યા છે.ચીનના નંબર વન દુશ્મન તાઇવાને ખુલ્લામાં સૈન્ય સમર્થન આપી ચૂક્યા છે.

ચીનને સૌથી વધારે પરેશાન કરનારું નામ છે માર્કો રૂબિયો. ટ્રમ્પે તેમને વિદેશ મંત્રી બનાવ્યા છે અને માર્કોને ચીનના કટ્ટર વિરોધી તરીકે ઓળખવામાં આવે છે. ચીને માર્કો પર પ્રતિબંધ મુકેલો છે. બીજું નામ છે માઇક વોલ્ટઝનું કે જેમને વહાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવાયા છે. માઇકે એવું અનેક વાર કહી ચૂક્યા છે કે, ચીન અને અમેરિકા વચ્ચે શીત યુદ્ધ ચાલી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!