fbpx

ખ્યાતિ ગ્રુપના સંચાલકની સુરત અમદાવાદ અને રાજકોટમા પણ હોસ્પિટલ છે

Spread the love

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સામે રાજ્યભરમાં ભારે હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોકટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ નોંધાયા પછી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલના ડો. સંજય પાટોલિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ડો, સંજય પાટોલિયાની ગુજરાતમાં 3 હોસ્પિટલ છે. એક રાજકોટમાં ન્યુલાઇફ હોસ્પિટલ, અમદાવાદમાં ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ અને સુરતમાં સનસાઇન ગ્લોબલના નામથી છે. સરકારે બુધવારે કહ્યુ હતું કે ખ્યાતિ ગ્રુપની બીજો કોઇ પણ હોસ્પિટલ હશે તો તેની સામે એક્શન લેવામાં આવશે. આરોગ્ય વિભાગે કહ્યું હતું કે, ખ્યાતિ ગ્રુપની હોસ્પિટલને આયુષ્યમાન યોજનામાંથી બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે. હોસ્પિટલો તો બંધ નહીં થાય, પરંતુ ડોકટર પ્રેકટીસ કરી શકશે નહી અને તેમનું લાયસન્સ પણ રદ થઇ શકે છે.

error: Content is protected !!