fbpx

અમદાવાદના બંટી-બબલી, લોકોનું 42 કરોડનું કરી નાખ્યું

Spread the love

અમદાવાદના રાણીપનું એક દંપતિ આખરે પોલીસના હાથે લોનાવલાની એક લક્ઝુરીયસ હોટલમાંથી ઝડપાઇ ગયું છે. આ દપતિ સામે ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમમાં 42 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી.

અમદાવાદના નિકોલમાં રહેતા જલ્પીન ભીમાણીએ જીગર ઉર્ફે બાબા તુલી અને સપના તુલી સામે ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જલ્પીનનો આરોપ છે કે આ દંપતી અગાઉ એવેલ શેરબ્રોકીંગ કંપનીમાં કામ કરતું હતું અને પોતાની નવી કંપની શરૂ કરી હતી. જીગર અને સપનાએ જલ્પીનના લાલચ આપી હતી કે શેરબજાર અને  IPOમાં રોકાણ કરીને ઝડપથી રૂપિયા બમણા કરી આપશે, પરંતુ એ પછી દંપતિ ફરાર થઇ ગયું હતું. જો કે જલ્પીનને ફરિયાદ નોંધાવવામાં નવ નેજા પાણી ઉતરી ગયા હતા. ફોરેન્સીક વેરિફિકેશન ટેસ્ટ પોઝિટીવ આવ્યા પછી સીઆઇડી ક્રાઇમે સપ્ટેમ્બર ફરિયાદ નોંધી હતી.

error: Content is protected !!