
પ્રાંતિજ ખાતે નગરપાલિકા સ્કુલ તથા બે શોપિંગ મા અધૂરી ફાયર સેફ્ટીના બરાબર
– ફાયર સેફ્ટી ને લઈ ને બાળકો તથા દુકાન માલિકો ની સલામતી ઉપર ઉઠયા સવાલો
– ચીફ ઓફિસર બે બોલી અને આ અંગે કાઇ પણ બોલવાનુ ના પાડયુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ખુદ પાલિકા ના બે શોપિંગ તથા સ્કુલ મા અધૂરી ફાયર સેફ્ટી હાલતો ના બરાબર હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે તો ફાયર સેફ્ટી ને લઈ ને બાળકો તથા દુકાન માલિકો ની સલામતી ઉપર ઉઠયા સવાલો





રાજકોટ , સુરત અગ્નિ કાર્ડ ની ધટના બાદ રાજયભરમા ફાયર સેફ્ટી ને લઈ ને તંત્ર સાબદુ થયુ હતુ અને ખાસ કરીને રાજ્યની શાળાઓમા પણ ફાયર સેફ્ટી અંગે કડક કાર્યવાહી કરાઇ હતી અને જયા ફાયર સેફ્ટી હતી ત્યા ત્રુટીઓ પણ ધ્યાને આવી હતી અને સુચનાઓ આપવામા આવી હતી ત્યારે પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્રારા નગરપાલિકા સંચાલિત શેઠ પી.એન્ડ આર.હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગ સ્કુલ ખાતે ફાયર સેફ્ટી ને લઈ ને લાખ્ખો રૂપિયા ના ખર્ચે પાઇપ તથા ફાયર સેફ્ટી સાધનો તો વસાવયા પણ જાણે હાલતો ફાયર સેફ્ટી ના બરાબર હોય તેમ છે અને છેલ્લા આઠ મહિનાથી માત્ર એક પાઇપ ઉભો કરી બધો સામાન શાળામા વર્ગ ખડમા ધુળ ખાય છે ત્યારે જો કોઇ ધટના બને તો લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરેલ પણ માથે પડે તેમ છે અને જો કોઇ અનિચ્છનીય બનાવ બનશેતો કોના શીરે જવાબદારી રહશે ત્યારે તાલુકા શિક્ષણા અધિકારી તથા જિલ્લા શિક્ષણાધિકારી જાણે સ્કુલો મા સબ સલામત હોય તેમ પોતાની ખુરશી પકડી ને બેઠા છે



તો પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી ને આ અંગે પુછતા તેવોએ ગોળ મોર બે બોલી જવાબ આપ્યો હતો અને આ અંગે કાઇ પણ બોલવાની ના પાડી હતી જેમા એક બોલી મા પૈસા ખુટતા બીજી ગ્રાન્ટ મજુર કરવાની છે અને બીજી બોલી મા હાલ કામ ચાલુ છે પણ ચીફ ઓફિસર સાહેબ એવોતો કેવો એસટીમેન્ટ બનાવ્યો કે માત્ર બે શોપિંગ તથા સ્કુલ મા ખાલી ફાયર સેફ્ટી નો એક પોલ ઉભો કર્યો ને પૈસા ખુટી પડયા તો બીજી બાજુ કામ ચાલુ છે






તો ચીફ ઓફિસર સાહેબ એવુ તો કેવુ કામ છે કે છેલ્લા આઠ મહિના થયા અને બે શોપિંગ જેમા સ્વામિ વિવેકાનદ શોપિંગ તથા ર્ડા.બાબાસાહેબ સાહેબ આંબેડકર શોપિંગ તથા સ્કુલ મા માત્ર એકજ ફાયર સેફ્ટી નો પોલ ઉભો કર્યો ને હજુ સુધી કામ પુરૂ થયું જ નથી ત્યારે ચીફ ઓફિસર સાહેબ એ તો બે શોપિંગ સેન્ટર તથા સ્કુલ મા સ્થળ મુલાકાત પણ નથી લીધી અને કામ ચાલુ છે કે બંધ છે એ પણ એમને ખબર નથી અને એમજ કહી દીધુ કે કામ ચાલુ છે અને કાઇ પણ બોલવાની ના પાડી હતી ચીફ ઓફિસર સાહેબ કોઇ ને પુછો તો ખરા કે જ્યારથી ત્રણેય જગ્યાએ એક ફાયર સેફ્ટી પોલ ઉભો થયો ને ત્યાર બાદ કોઇ જગ્યાએ કામ ચાલુ નથી ત્યારે સરકાર ના અને પ્રજાના પૈસાએ લાવેલ માલ સામાન હાલતો તેવોની અંદર – અંદર ની મોકણ ને લઈ ને બાળકોને ભણવાના વર્ગ ખંડ માં ધુળ ખાય છે ત્યારે બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર ખાતે તો દરવર્ષે દિવાળી ના સમયે શોપિંગ આગળ જ પ્રાંતિજ પાલિકા દ્રારા ફટાકડા સ્ટોર માટે જગ્યા ભાડે આપવામા આવે છે અને ફુલ જોખમ છતાંય હાલ તો ફાયર સેફ્ટી ને લઈ ને પ્રાંતિજ પાલિકા મસ્ત મજાની ઉધ માં હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે
| ચીફ ઓફિસર હિરેનભાઇ સોલંકી નુ શુ કહેવુ છે આ અંગે તેવોને પુછતા તેવોએ બે બોલી જવાબ આપ્યો હતો જેમા પહેલા ગ્રાન્ટ ખુટી છે એટલે કામ બંધ છે અને હવે બીજી ગ્રાન્ટ ફાળવવાની છે તો બીજી બોલી મા તેવોએ જણાવ્યુ કે હાલ કામ ચાલુ છે ત્યારે છેલ્લા આઠ મહિના થી સ્કુલ કે શોપિંગ મા કોઇ કામ ચાલુ નથી તો સાહેબ ખુરશી છોડી ને સ્થળ તપાસ કરો તો ખબર પડે કે શુ સ્થિતિ છે |
જીલ રાવલ સાબરકાંઠા

