
પ્રાંતિજ ખાતે હરધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ
– ધારાસભ્ય , પૂર્વ સાંસદ , પૂર્વ મંત્રી , પૂર્વ ધારાસભ્ય , જિલ્લા પ્રમુખ , ભાજપ કાર્યકરો આગેવાનો સહિત શાળાના બાળકો રેલીમા જોડાયા
– હાથ મા તિરંગા સાથે ભવ્ય તિરંગા રેલી યોજાઇ
– શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ થી નાનીભાગોળ પંખીધર સુધી તિરંગા રેલી યોજાઇ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ૧૨ મી ઓગસ્ટ ના રોજ ભારતીય જનતા પાર્ટી દ્રારા હરધર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ હતી











પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્રારા પ્રાંતિજ તાલુકા મંડલ તથા પ્રાંતિજ શહેર મંડલ દ્રારા દેશની આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે તિરંગા યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ થી નીકળેલ તિરંગા રેલી પ્રાંતિજ ના વિવિધ માર્ગો બજાર સહિત વિસ્તારોમા થઈ ને પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ પંખીધર ખાતે પોહચી હતી જેમા તિરંગા રેલીમા લોકો હાથમા તિરંગા લઈ ને જોડાયા હતા અને તિરંગા ના રંગમા રંગાયા હતા તો આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ સાંસદ દિપસિંહ રાઠોડ , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ , તાલુકા ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પટેલ , નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઇ પંડ્યા , પૂર્વ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઇ પંડ્યા , પૂર્વ કોર્પોરેટર ધવલભાઇ રાવલ , નગરપાલિકા કોર્પોરેટર ગીતાબેન પટેલ , વર્ષાબેન સથવારા , દર્શિલભાઇ દેસાઇ , મહેશભાઇ મકવાણા , રસીદભાઇસુમરા તથા મુકેશભાઇ સથવાળા , સંજયભાઇ પટેલ સહિત ભાજપ કાર્યકરો આગેવાનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ સાબરકાંઠા
