

સૌરાષ્ટ્રના વલ્લભીપુરમાં 7 ઓગસ્ટના દિવસે એક ખેડુતને માર મારવાની ઘટના પછી સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધુ કાર લઇને વલ્લભીપુરના કાળાતળાવ ગામે પહોંચ્યા હતા અને ત્યાં જાહેરસભા કરીને આરોપીને પકડવાની માંગ કરી હતી. પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો અને તેની સામે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
હવે વિહોતર ગ્રુપે રબારી સમાજને આહ્વાન કર્યું છે કે, પાટીદાર સમાજના ખેડુતને માર મારવાની ઘટના સાચી છે અને એ મુજબની કલમ લગાવવી જોઇએ, પરંતુ પોલીસે લૂંટનો ગુનો નોંધ્યો છે. જો સુરતથી પાટીદાર સમાજના લોકો 100થી વધારે કારમાં કાળાતળાવ ગામ આવી શકતા હોય તો, આપણે તો સ્થાનિક છીએ આપણે 500 કાર ભેગી કરવી પડશે. પાટીદાર આગેવાનોના પ્રેસરને કારણે લૂંટનો ગુનો નોંધાયો હોવાનો આરોપ વિહોતર ગ્રુપે લગાવ્યો છે.
