fbpx

મહારાષ્ટ્ર  વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને બમ્પર બેઠકો કેમ મળી?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના ચોંકાવનારા પરિણામો આવ્યા. ભાજપ, શિંદે શિવસેના અને અજિત પવાર NCPના મહાયુતી ગઠબંધને મહાવિકાસ અઘાડી પર રીતસરનું બુલડોઝર ફેરવી દીધું. 288 બેઠકોમાંથી 233 બેઠકો પર મહાયુતીની જીત થઇ, મહાવિકાસ અઘાડી કે જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ શિવસેના અને શરદ પવાર NCP સામેલ છે તેમને માત્ર 49 બેઠકો જ મળી અને અન્યને 6 બેઠકો મળી.

મહારાષ્ટ્રમાં મા મહાયુતિને બમ્પર જીત મળી તેની પાછળના કારણો એવા છે કે  લાડલી બહેના યોજનામાં રકમ વધારવાનું વચન આપેલું, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ગ્રાઉન્ડ લેવલે ઉતર્યું હતું, મહા વિકાસ અઘાડી લોકોને સમજાવવામાં નિષ્ફળ રહી અને ભાજપે મરાઠા ઉપરાંત નાના નાની જાતિને પણ સાધી હતી, ઉપરાંત છેલ્લી ઘડીએ થયેલા ભારે મતદાનનો પણ ભાજપને ફાયદો થયો.

error: Content is protected !!