fbpx

IPLમાં સૌથી નાની વયના ખેલાડીની ઉંમર પર વિવાદ, વૈભવના પિતાએ આપી સ્પષ્ટતા

Spread the love

બિહારનો 13 વર્ષીય વૈભવ સૂર્યવંશી કોઈપણ IPL ટીમમાં સામેલ થનાર સૌથી નાની વયનો યુવા ખેલાડી બન્યો હતો, જેને રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શનમાં રૂ. 1 કરોડ 10 લાખમાં ખરીદ્યો હતો. હરાજીમાં સૂર્યવંશીની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી અને દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલી લગાવી હતી. રાજસ્થાને દિલ્હીને હરાવીને આ ખેલાડીને ખરીદ્યો હતો. જો કે, આ વર્ષે જાન્યુઆરીમાં રણજી ટ્રોફીમાં ડેબ્યુ કરતા પહેલા વૈભવ સૂર્યવંશીની વાસ્તવિક ઉંમર અંગે વિવાદ થયો હતો, જ્યારે ગયા વર્ષે તેનો એક વીડિયો ઈન્ટરવ્યુ વાયરલ થયો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, તે સપ્ટેમ્બર 2023માં 14 વર્ષનો થઈ જશે.

વૈભવ સૂર્યવંશીને પૂછવામાં આવ્યું કે તેની વાસ્તવિક ઉંમર શું છે, તો તેણે કહ્યું, ‘હું 27 સપ્ટેમ્બર 2023ના રોજ 14 વર્ષ પૂરા કરીશ.’ જો કે, વૈભવ સૂર્યવંશીએ જેવી IPL 2025ની મેગા ઓક્શનમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી, ત્યારે કેટલાક લોકો તેની ઉંમરમાં છેતરપિંડી વિશે વાત કરવા લાગ્યા. આ પહેલા એક વિવાદ થયો હતો, જેમાં કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે વૈભવ સૂર્યવંશીની વાસ્તવિક ઉંમર 15 વર્ષ છે. આ આરોપો વિશે વાત કરતાં, યુવા ખેલાડીના પિતા સંજીવ સૂર્યવંશીએ કહ્યું, ‘જ્યારે તે સાડા આઠ વર્ષનો હતો, ત્યારે તેણે પહેલીવાર BCCI બોન ટેસ્ટ માટે અરજી કરી હતી. તે આ પહેલ પણ ભારતની અંડર-19 રમી ચૂક્યો છે. અમે કોઈનાથી ડરતા નથી. તે ફરીથી વય પરીક્ષણમાંથી પસાર થઈ શકે છે.’

વૈભવ સૂર્યવંશીના પિતાએ કહ્યું, ‘રાજસ્થાન રોયલ્સે તેને નાગપુરમાં ટ્રાયલ માટે બોલાવ્યો હતો. વિક્રમ રાઠોડ સર (બેટિંગ કોચ)એ તેને એક મેચનું ટાસ્ક આપ્યું, જેમાં તેણે એક ઓવરમાં 17 રન બનાવવાના હતા. મારા છોકરાએ 3 સિક્સ ફટકારી હતી. તેણે ટ્રાયલમાં 8 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. તે માત્ર ક્રિકેટ રમવા માંગે છે, બીજું કંઈ નહીં. થોડા વર્ષો પહેલા તે ડોરેમોનને પ્રેમ કરતો હતો, પરંતુ હવે નહીં. હવે તે માત્ર અમારો જ છોકરો નથી, સમગ્ર બિહારનો છોકરો છે. મારા દીકરાએ ખૂબ મહેનત કરી છે. 8 વર્ષની ઉંમરે તેણે અંડર-16 ડિસ્ટ્રિક્ટ ટ્રાયલમાં સારું પ્રદર્શન કર્યું હતું. હું તેને ક્રિકેટ કોચિંગ માટે સમસ્તીપુર લઈ જતો અને પછી પાછો પણ લઈ આવતો.’

વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીનું તેમના મૂળ ગામ મોતીપુરમાં એક ખેતર છે, જે બિહારના સમસ્તીપુર શહેરથી 15 Km દૂર છે. એમ કહીને કે ક્રિકેટ તેના માટે એક મોટું રોકાણ સાબિત થયું, વૈભવના પિતાએ કહ્યું, ‘માત્ર રોકાણ નથી, તે એક મોટું રોકાણ છે. હું તમને શું કહું, અમે અમારી જમીન પણ વેચી દીધી છે. અમારી સ્થિતિમાં હજુ પણ સંપૂર્ણ સુધારો થયો નથી. વૈભવ સૂર્યવંશી હાલમાં U19 એશિયા કપ માટે દુબઈમાં છે. ભારત તેની પ્રથમ મેચ 30 નવેમ્બરે ICC એકેડમી ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે રમશે.

Leave a Reply

error: Content is protected !!