ગિરનારની પવિત્ર લીલી પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ પરિક્રમા કરવા માટે જાય છે, પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણીએ 5 લાખ ઓછા લોકોએ પરિક્રમા કરી અને તેની પાછળનું કારણ પણ ચોંકાવનારું છે.
કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની પરિક્રમાનું આયોજન થાય છે. આ વખતે 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીનું આયોજન હતું. ગયા વર્ષે 12.35 લાખ લોકોએ પરિક્રમા કરી હતી, તેની સરખામણીએ આ વખતે 5.15 લાખ લોકોએ ગિરનારની લીલી પરિક્રમા કરી. શ્રધ્ધાળુઓ ઘટવા પાછળનું કારણ એવું છે કે, ઇકો સેન્સિટીવ ઝોનમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ હોવાને કારણે વન વિભાગના અધિકારીઓએ માવા લઇને જતા લોકોને અટકાવ્યા હતા. માવા લઇને જવા પર પ્રતિબંધ હતો. એટલે ઘણા બધા લોકો યાત્રા કર્યા વગર જ પરત ફરી ગયા હતા. એક કારણ એ પણ હતું કે ખેડતો કાપણીમાં બીઝી હતા.