fbpx

લેઉવા પટેલ સમાજની બંને સંસ્થા સરદાર ધામ અને ખોડલધામ વચ્ચે વિવાદ કેમ ઉભો થયો?

Spread the love

લેઉઆ પાટીદાર સમાજની જ સરદાર ધામ અને ખોડલધામ સંસ્થા છે, છતા આ બંને સંસ્થાઓ અત્યારે સામ સામે આવી ગઇ છે અને એક મોટો વિવાદ ઉભો થયો છે.

25 નવેમ્બરે રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં સરધારધામના ઉપપ્રમુખ જંયતિ સરધરાએ જાહેરમાં બફાટ કર્યો હતો કે, ખોડલધામમાં હવે કશું બચ્યું નથી, જે છે એ બધા નકામા લોકો છે. આ વાતને કારણે ત્યાં હાજર રહેલા PI સંજય પાદરિયાએ જયંતિ સરધરા પર હુમલો કર્યો. એ પછી સરધરાએ આરોપ લગાવ્યો કે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે પાદરિયાએ હુમલો કર્યો છે. આને કારણે વિવાદ વધારે વકર્યો.

પાટીદાર સમાજમાં એવી ચર્ચા છે કે સરદાર ધામ બન્યા પછી ખોડલધામને જે ફંડ મળતું હતું તે હવે સરદાર ધામમાં ડાયવર્ટ થઇ રહ્યું છે, જેને કારણે ખોડલધામને મોટો ફટકો પડી રહ્યો છે. ખોડલધામે સ્પષ્ટતા કરી છે કે, નરેશ પટેલને આ ઘટના સાથે કોઇ લેવા-દેવા નથી.

Leave a Reply

error: Content is protected !!